મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

ગુરુ નાનકદેવની 550 મી જન્મ જયંતિ નિમિતે બ્રિટનમાં મંગળવારે લંગર : બર્મિંગહામ યુનિવર્સીટી સ્ટુડન્ટ્સ શીખ સોસાયટીના ઉપક્રમે યોજાનારા ભોજન સમારોહમાં તમામ કોમ તથા વર્ણના લોકો વિનામૂલ્યે ભોજન કરી શકશે

લંડન : ગુરુ નાનકદેવની 550 મી જન્મ જયંતિ નિમિતે બ્રિટનમાં મંગળવારે લંગરનું આયોજન કરાયું છે.બર્મિંગહામ યુનિવર્સીટી સ્ટુડન્ટ્સ શીખ સોસાયટીના ઉપક્રમે યોજાનારા ભોજન સમારોહમાં તમામ કોમ તથા વર્ણના લોકો વિનામૂલ્યે ભોજન કરી શકશે તેવું શીખ સોસાયટી અધ્યક્ષ કરંજિત કૌર તથા ઉપાધ્યક્ષ સુખબીર સિંઘએ જણાવ્યું હતું

શીખ ધર્મ તમામ કોમ વચ્ચે ભાઈચારાની ભાવના ફેલાવવા માંગે છે તેવા હેતુ સાથે આ આયોજન કરાયું છે તેવું ઉપરોક્ત બંને હોદેદારોએ જણાવ્યું હતું

(12:20 pm IST)