મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

અયોધ્યામાં બે કિલોમીટર સુધીના વિસ્તારને સીલ કરાયો : ફોર વ્હીલર પર પ્રતિબંધ લગાવી દેવાયો

હનુમાનગઢીમાં પણ પોલીસને તૈનાત: સમગ્ર વિસ્તારમાં ડ્રોનથી નજર

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે અયોધ્યામાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ. અયોધ્યાના એન્ટ્રી ગેટ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ. હતું, અયોધ્યા શહેરમાં અંદર જવાના તમામ રસ્તા બંધ કરી દેવાયા છે 

  વિવાદિત સ્થળની ચારેય તરફ બે કિલોમિટરના ક્ષેત્રફળને સમગ્ર રીતે સિલ કરી દેવાયો છે  જેને રામકોટ મોહલ્લો કહેવાય છે. આ મહોલ્લામાં સુરક્ષા દળની સંખ્યા વધારી દેવાઈ છે. અયોધ્યામાં ફોર વ્હીલર પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. માત્ર ટુ-વ્હીલર ચલાવવાની જ પરવાની છે. જોકે કેટલીક જગ્યાએ ટુ-વ્હીલરને પણ પરવાનગી નથી. તો હનુમાનગઢીમાં પણ પોલીસને તૈનાત કરવામાં આવી છે. જ્યારે ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી છે.

(12:13 pm IST)