મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

ઋતુચક્ર બદલાઇ રહ્યું છેઃ બુલબુલને લીધે શિયાળો કદાચ મોડો બેસશે

મુંબઇઃ  તા.૮, મુંબઇ સહિત મહારાષ્ટ્રનું હવામાન ઉપરાછપરી સર્જાઇ રહેલા સમુદ્રી તોફાનોને કારણે ઉપરતળે થઇ રહયું છે. અરબી સમુદ્રમાં પહેલા કયાર અને પછી મહા એમ બે દરિયાઇ વાવાઝોડાને કારણે મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં હજી વર્ષા થઇ રહી છે.

બીજીબાજુ હવે બંગાળના ઉપસાગરમાં  સર્જાયેલા બુલબુલ નામના દરિયાઈ વાવાઝોડાને કારણે મહારાષ્ટ્રમાં શિયાળાની ફૂલગુલાબી મોસમ આગમનમા ંવિલંબ થાય તેવી શકયતા  છે. એવો વરતારો હવામાન ખાતાનાં સૂત્રોએ આપ્યો હતો.

  હવામાન ખાતાનાં સૂત્રોએ એવો વરતારો આપ્યો હતો કે બંગાળના  અખાતમાં સર્જાયેલા  બુલબુલ તોફાનને કારણે પશ્ચિમના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભરપૂર ભેજ આવે તેવી શકયતા છે.પરિણામે મુંબઇ અને મહારાષ્ટ્રનાદિવસના તાપમાનમાં પણ વધારો થાય તેવી સંભાવના છે.હાલ નવેમ્બર ચાલે છે અને આ દિવસો શિયાળાના ઠંડા ઠંડા આગમનના છે.વાતાવરણમાં તબકકાવાર  ઠંડક પ્રસરે અને લધુતમ તાપમાનનો પારો નીચો ઉતરે. આમ છતા બંગાળના અખાતમાં સર્જાયેલા  બુલબુલ તોફાનને કારણે નવેમ્બરના મધ્યમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રનાં દ્યણાં સ્થળોએ મહત્ત્।મ તાપમાન ઊંચું રહે તેવી શકયતા છે.

હવામાન ખાતાનાં સુત્રોએ એવી માહિતી આપી હતી કે ૨૦૧૯માં અરબી સમુદ્રમાં વાયુ, હીક્કા, કચાર અને મહા એમ એક પછી એક એમ ચાર ચાર વાવાઝોડા સર્જાયાં. આ કુદરતી  પરીબળોને કારણે પહેલાં વર્ષા ઋતુના  પ્રારંભમાં વિલંબ થયો. હવે ચોમાસાની વિદાય બાદ પણ મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદી ચક્ર ચાલુ છે.હાલ  નવેમ્બર હોવા છતાં વર્ષા થઇ રહી હોવાથી રાજયના ખેતીવાડીના બાજરી,  જુવાર, સોયાબીન, કપાસ અને દ્રાક્ષ વગેરે પાકને ગંભીર નુકસાન થયું છે.

(11:47 am IST)