મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

લવમેરેજ કરનારા કપલને મળી તાલિબાની સજાઃ પથ્થર મારી-મારીને કરાઈ હત્યા

બેંગલુરુ, તા.૯: કર્ણાટકના ગદાગ જિલ્લામાં આંતરજ્ઞાતિય લગ્ન કરવા પર કપલની ગ્રામીણો દ્વારા પથ્થર મારીને હત્યા કરવાની ઘટના સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર બન્નેએ ચાર વર્ષ પહેલા દ્યરેથી ભાગીને લગ્ન કર્યાં હતાં. બન્નેનો પરિવાર આ લગ્ન વિરુદ્ઘ હતો અને ઘટના વિશે જણાવતા પોલીસે કહ્યું કે આ મામલે હજુ તપાસ ચાલુ છે.

પોલીસના જણાવ્યાનુસાર, રમેશ મદાર અને ગંગમ્માએ ચાર વર્ષ પહેલા આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હતાં. ગંગમ્મા લંબાની સમુદાયથી જયારે રમેશ દલિત સમુદાયમાંથી આવતો હતો. બન્નેએ પરિવારની મરજી વિરુદ્ઘ ભાગીને લગ્ન કર્યા હતાં. લગ્ન કર્યા પછી પણ બન્ને આ વિસ્તારમાં ભટકતા રહ્યાં હતાં. આ દરમિયાન તેમણે દ્યરના બે છેડા ભેગા કરવાની કોશિશ કરી અને મજૂરી પણ કરી હતી. રમેશ અને ગંગમ્માના બે બાળકો પણ છે.

બુધવાારે આ બન્ને ચાર વર્ષ પછી પોતાના ઘરે પરત આવી રહ્યાં હતાં. આ દરમિયાન લંબાની સમુદાયના કેટલાક લોકોને આ વાતની ખબર પડી. ઘાત લગાવીને બેઠેલા લોકોએ તેને રસ્તામાં જ રમેશ અને ગંગમ્મા પર પથ્થરોથી હુમલો કર્યો હતો. આ બન્નેનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ મામલે તેઓ તપાસ કરી રહ્યાં છે અને આ ઘટના અંગે વધુ જાણકારી આપવાનો ઈન્કાર કર્યો હતો.

(11:46 am IST)