મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

અયોધ્યા કેસનો ચુકાદો શનિવારે જ કેમ?

નવી દિલ્હી, તા.૯: ન્યાયમૂર્તિ ગોગોઇ ૧૭મી નવેમ્બરના રોજ રિટાયર થઇ રહ્યા છે. આમ તો કોર્ટ કોઇપણ દિવસ બેસી શકે છે, કેસની સુનવણી કરી શકે છે અને ચુકાદો આપી શકે છે પરંતુ તેમ છતાંય ૧૭ નવેમ્બરના રોજ રવિવાર છે અને સામાન્ય રીતે આટલા મોટા ચુકાદા રજાના દિવસે આવતા નથી. સાથો સાથ જે દિવસે ન્યાયાધીશ રિટાયર્ડ થઇ રહ્યા હોય તે દિવસે પણ સામાન્ય રીતે આટલો મોટો ચુકાદો સંભળાવાતો નથી. આની પહેલાં ૧૬મી નવેમ્બરના રોજ શનિવાર પણ રજા છે.

એવામાં ન્યાયમૂર્તિ રંજન ગોગોઇનો છેલ્લો કાર્યદિવસ ૧૫મી નવેમ્બર થાય છે. આથી અંદાજો હતો કે અયોધ્યા કેસનો ચુકાદો ન્યાયમૂર્તિ ગોગોઇની અધ્યક્ષતાવાળી બેન્ચ ૧૪ કે ૧૫મી નવેમ્બરના રોજ સંભળાવી શકે છે. પરંતુ તેમાં પણ એક પેચ સામે આવ્યો. સામાન્ય રીતે કોર્ટ કોઇ ચુકાદાને સંભળાવે તો તેનાથી સંબંધિત કોઇ ટકનિકી ગડબડી આવવા પર વાદી કે પ્રતિવાદીમાંથી કોઇપણ એક વખત ફરીથી કોર્ટનું શરણ લઇને આ ગડબડીને દૂર કરવાની પીટીશન કરી શકે છે. તેમાં પણ એક કે બે દિવસ લાગી જાય છે. આ કેસમાં ૧૪-૧૫ નવેમ્બરના રોજ ચુકાદાની સ્થિતિમાં આ એક-બે દિવસ ફરી ખસીને ૧૬-૧૭ નવેમ્બર થઇ જાત.

તેમ છતાંય ના કોર્ટ અને ના તો સરકાર કોઇપણ તરફથી એ સંકેત નહોતા મળ્યા કે અયોધ્યા કેસમાં ચુકાદો ૧૪-૧૫ નવેમ્બર પહેલાં પણ આવી શકે છે.

પછી અચાનક શુક્રવાર રાત્રે એ માહિતી આવી ગઇ કે અયોધ્યા કેસ પર ચુકાદો શનિવારે સવારે સાડા દશ વાગ્યે સંભળાવાશે. કહેવાય છે કે આ અચાનક એલાન પર આ સુવિચારિત રણનીતિનો હિસ્સો છે કે આ ખૂબ જ સંવેદનશીલ. ભાવનાઓ અને આસ્થાઓ સાથે જોડાયેલા કેસમાં અસમાજાકિ તત્વોને કોઇપણ પ્રકારની ખુરાફાત માટે તૈયારી કરવાની તક ના મળી શકે અને આથી જ શુક્રવાર રાત્રે જાહેરાત કરાઇ કે એક રાત કાપ્યા બાદ શનિવારની સવારથી જ કેસમાં ચુકાદો સંભળાવાશે.

દેશ અને અયોધ્યાના રાજય ઉત્ત્।ર પ્રદેશમાં શાંતિ માટે આની પેહલાં આ રણનીતિની અંતર્ગત તમામ તૈયારીઓ પૂરી કરી લીધી. રાજય અને કેન્દ્ર સરકારે સદ્યન બંદોબસ્ત કરી લીધો. અયોધ્યા નિર્ણય આવતા સમયે ચુકાદાના એલાનથી મુખ્ય ન્યાયાધીશે પણ ઉત્ત્।ર પ્રદેશના કાર્યવાહક મુખ્ય સચિવ રાજેન્દ્ર તિવારી અને DGP ઓ.પી.સિંહ સાથે મુલાકાત કરીને રાજયની સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી પ્રાપ્ત કરી.

(11:36 am IST)