મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

પશ્ચિમ બંગાળમાં ગુટખા,તમાકુ અને નિકોટિનવાળા પાન મસાલાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ

મમતા બેનર્જી સરકારએ એક વર્ષ માતે પ્રતિબંધ લગાવ્યો

 

કોલકતા : હવે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર ગુટખા અને તમાકુ અથવા નિકોટિન વાળા પાન મસાલાના ઉત્પાદન અને વેચાણ પર એક વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે .

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા હાલમાં જાહેર સુચના અનુસાર ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સ્ટોર, વેચાણ પર સંપૂર્ણ પણે પ્રતિબંધ હશે. પશ્ચિમ બંગાળમાં 7 નવેમ્બરે નવો નિયમ લાગુ થયો છે 

બિહાર ઉત્તરાખંડ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં તમાકુ, નિકોટીન, મેગ્નેશિયમ કાર્બોનેટ અને મિનરલ ઓયલ વાળા પાન મસાલા પર પહેલાથી પ્રતિબંધ છે.

વૈશ્વિક વયસ્ક તમાકુ સર્વેક્ષણ 2 અનુસાર પશ્ચિમ બંગાળમાં 20 ટકાથી વધુ લોકો ધુમાડા રહિત તમાકુનો ઉપયોગ કરે છે. તેમાં 82.8 ટકા પુરૂષ અને 17.2 ટરા મહિલાઓ છે.

(11:44 pm IST)