મુખ્ય સમાચાર
News of Friday, 8th November 2019

કાલે સવારે 10 - 30 વાગ્યે અયોધ્યા મામલે ઐતિહાસિક ચુકાદો આપશે સુપ્રીમકોર્ટ

ચીફ જસ્ટિઝ સહીત પાંચ જજોની બેન્ચ આપશે ચુકાદો : દેશભરના સંવેદનશીલ વિસ્તારોમાં એલર્ટ :

 

નવી દિલ્હી : કાલે સવારે 10-30 વાગ્યે આયોધ્યા મામલે સુપ્રીમકોર્ટ ઐતિહાસિક ચુકાદો આપશે અયોધ્યાના રામ જન્મભૂમિ  અને બાબરી મસ્જિદ  વિવાદ પર સુપ્રીમ કોર્ટ શનિવારે સવારે 10-30 વાગ્યે ચુકાદો આપશે. ચુકાદાને ધ્યાનમાં રાખી ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ઉપરાંત દેશભરના સંવેદનશીલ વિસ્તારોમાં એલર્ટ કરાયા છે

     અયોધ્યા મામલે ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ધનન્જય વાઈ ચન્દ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ નજીરની 5 સભ્યોની બેંચ શનિવારે સવારે સાડા દસ વાગ્યે ફેસલો સંભળાવશે.

  બેંચે 16 ઓક્ટોબરે મામલાની સુનાવણી પૂરી કરી હતી. પીઠે ઓગસ્ટે સતત 40 દિવસ સુધી મામલાની સુનાવણઈ કરી હતી. અયોધ્યા કેસના ચુકાદાને લઈ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી છે અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે  મંદિર જતા તમામ રસ્તાઓ વાહનો માટે સીલ કરી દેવામાં આવ્યા છે. સેન્સીટીવ તમામ રસ્તાઓ અને વિસ્તારો સુરક્ષાબળોની દેખરેખમાં છે. ઉપરાંત દંગા ફસાતથી નિપટવા માટે ટેમ્પરરી જેલ બનાવવામાં આવી છે જેમાં 400થી વધુ લોકોને નજરબંધ કરી દેવામાં આવ્યા છે.

(11:39 pm IST)