મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

ઇન્ડિયન અમેરિકન જર્નાલિસ્ટ શ્રી અરુણ રથ WGBH ન્યૂઝના એક્ઝિક્યુટિવ એડિટર નિમાયા

બોસ્ટન : યુ.એસ.માં બોસ્ટન સ્થિત ઇન્ડિયન અમેરિકન જર્નાલિસ્ટ શ્રી અરુણ રથને WGBH ન્યૂઝના નવનિયુક્ત એક્ઝિક્યુટિવ એડિટર બનાવાયા છે.જે હોદા ઉપર તેઓ તાત્કાલિક અમલથી ચાર્જ લઇ લેશે

પબ્લિક બ્રોડકાસ્ટર તરીકે નામના ધરાવતા WGBH ન્યૂઝના એક્ઝિક્યુટિવ એડિટર તરીકે નિમણુંક મળવા બદલ શ્રી અરુણએ ખુશી વ્યક્ત કરી હતી તથા લોકો સાથે સંવાદ સાધવાની તક આપવા બદલ હર્ષ વ્યક્ત કર્યો હતો.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે શ્રી અરુણ પબ્લિક મીડિયા ક્ષેત્રે રિપોર્ટર ,એડિટર,તેમજ પ્રોડ્યુસર  સહીત વિવિધ કામગીરીનો વિશાળ અનુભવ ધરાવે છે.

(7:46 pm IST)