મુખ્ય સમાચાર
News of Friday, 8th November 2019

ચુકાદા પૂર્વે ઉત્તરપ્રદેશ, અયોધ્યા છાવણીમાં : સેંકડોની ધરપકડ થઇ

૧૬૫૯ લોકોના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર ચાંપતી નજર : ૧૦,૦૦૦થી પણ વધુ લોકોને સીઆરપીસી હેઠળ અંકુશમાં મુકાયા : શાંતિ ભંગ ન થાય તે માટે ૧૮ કોલેજોમાં ૨૦ જેલ સ્થાપિત : હજારો જવાનો તૈનાત

નવી દિલ્હી,તા. ૮ : અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો હવે કોઇપમ સમયે આવી શકે છે. આવી સ્થિતિમાં ઉત્તરપ્રદેશ અને ખાસ કરીને અયોધ્યા છાવણીમાં ફેરવી દેવામાં આવતા અનેક નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા છે. ચુકાદા પહેલા જ ૫૦૦થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. ૧૬૫૯ લોકોના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ૧૦૦૦૦થી વધુ લોકો એવા છે જેમના પર સીઆરપીસીની કલમ હેઠળ નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા છે. બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં આરપીએફના ૪૦૦૦ જવાનો મોકલવામાં આવ્યા છે. ૧૮થી વધુ યુપી કોલેજોમાં ૨૦ જેલો સ્થાપિત કરવામાં આવી છે. ચુકાદા પહેલા સુરક્ષા વ્યવસ્થાના ભાગરુપે ૨૦ કામચલાઉ જેલો ઉભી કરવામાં આવી છે. તમામ જગ્યાઓએ સીસીટીવી કેમેરા વ્યવસ્થિત કરી દેવામાં આવ્યા છે. મુંબઈ, દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશમાં સાવચેતીના પગલા લેવાયા છે.

               રાજ્યોને અલર્ટ કરાયા છે. અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ફેંસલો હવે કોઇ પણ સમય આવી શકે છે. આવી સ્થિતીમાં ઉત્તરપ્રદેશ સરકાર જોરદાર રીતે સક્રિય થયેલી છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. યુપીના ડીજીપી ઓપી સિંહે કહ્યુ છે કે પોલીસે હજુ સુધી ૧૬૫૯ લોકોના સોશિયલ મિડિયા એકાઉન્ટસ પર નજર રાખવામાં આવી રહી છેજો જરૂર પડે તો ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ રાખવામાં આવી શકે છે. દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ આજે ઉત્તરપ્રદેશના ડીજીપી અને મુખ્ય સમિચવે વાતચીત માટે બોલાવ્યા છે. આને લઇને તમામ પાસા પર ચર્ચા છે બીજી બાજુ ડીજીપીએ કહ્યુ છે કે પોલીસ ફોર્સને સાફ સંદેશા આપવામાં આવ્યા છે કે કોઇ પણ કિંમતે શાંતિ રહેવી જોઇએ. છેલ્લા થોડાક દિવસમાં જ ૬૦૦૦ શાંતિ બેઠકો યોજવામાં આવી ચુકી છે. ૫૮૦૦ ધર્મગુરૂઓ સાથે વાતચીત પણ થઇ ચુકી છે. ડીજીપી ઓપી સિંહના કહેવા મુજબ હજુ સુધી આશરે ૧૦૦૦૦ લોકો રડાર પર છે. તેમને સીઆરપીસી હેઠળ રાખવામાં આવ્યા છે. જેના કારણે આ લોકો શાંતિ ભંગ કરી શકશે નહીં. ૫૦૦થી વધારે લોકોને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. ફિલ્ડ પર સૌથી વધારે ધ્યાન સોશિયલ મિડિયા પર કેન્દ્રિત કરવામાં આવ્યુ છે. આના માટે એક ટીમને લગાવી દેવામાં આવી છે. હજુ સુધી ૧૬૫૯ લોકોના એકાઉન્ટસ પર નજર રાખવામાં આવી રહી છે. આ એકાઉન્ટસ પર સામાજિક શાંતિને ભંગ કરવાના પ્રયાસ કરવામા ંઆવી શકે છે. અયોધ્યામાં શાંતિ જાળવી રાખવા માટે અનેક પડકારો રહેલા છે.અટકાયતનો દોર હાલમાં  જારી રહી શકે છે. તંત્ર સંપૂર્ણ પણે સજ્જ દેખાઇ રહ્યુ છે.   

                અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પહેલા અયોધ્યા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે.સમગ્ર અયોધ્યા પર ડ્રોન મારફતે પણ નજર રાખવામાં આવી રહી છે. અયોધ્યાની અંદર આતંક વિરોધી ટોળકી ગોઠવી દેવામાં આવી છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થાઓ અને સ્થાનિક ગુપ્તચર એકમોને પણ તૈનાત કરવામાં આવી છે. અયોધ્યા સહિત આસપાસના ક્ષેત્રોમાં પેરામિલેટરી ફોર્સ , રેપિડ એક્શન ફોર્સના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પીએસીના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અયોધ્યા જનપદની આસપાસ આઠ કોલેજમાં અસ્થાયી જેલ બનાવવામાં આવી છે. બીજી બાજુ બપસના નેતા માયાવતીએ કહ્યુ હતુ કે સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા મામલે જે કઇપણ ચુકાદો આવે તેનુ સ્વાગત કરવામાં આવે તે જરૂરી છે. સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ પર ચુકાદાની તારીખ નજીક આવી રહી છે ત્યારે ઉત્તરપ્રદેશમાં કાનુન અને વ્યવસ્થાની સ્થિતીને જાળવી રાખવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. હવે ચુકાદા પહેલા મજબતુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

                   ૩૪ સંવેદનશીલ જિલ્લામાં ડીજીપી દ્વારા જરૂરી આદેશ જારી કરવામાં આવ્યા છે. અયોધ્યા મામલામાં સુનાવણી પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ હવે ચુકાદા પર તમામની નજર રહેલી છે. અફવા, બેકાબુ ભીડ પર કાબુ મેળવી લેવા સહિતના પગલા લેવામાં આવી રહ્યા છે. પોલીસના વાહનોના રિપેરિગ માટેની કામગીરી ચાલી રહી છે. સોશિયલ મિડિયા પર મોટા પાયે નજર રાખવામાં આવી રહી છે. કોઇ પણ રીતે શાંતિ જાળવી રાખવા માટે તમામ પ્રયાસો થઇ રહ્યા છે. અયોધ્યાને લઇને મજબુત સુરક્ષા વ્યવસ્થા તો ગોઠવી દેવામાં આવી છે પરંતુ  કોઇ જગ્યાએ હાલમાં સંચારબંધી લાગુ કરવાની વાત કરવામાં આવી રહી નથી. અયોધ્યા મામલામાં હવે ચુકાદો ન આવે ત્યાંસુધી મજબૂત સુરક્ષા વ્યવસ્થારાખવામાં આવશે. ૩૪ સંવેદનશીલ જિલ્લાઓમાં વિશેષતકેદારી રાખવામાં આવી રહી છે.

(7:38 pm IST)