મુખ્ય સમાચાર
News of Friday, 8th November 2019

સિંગાપોરમાં સ્થાયી થયેલા ભારતીય પરિવારોની મહિલાઓનું પ્રશંસનીય કૃત્ય : ઇન્ડિયન વિમેન એશોશિએશન આયોજીત વર્ષમાં બે વખત ચીજ વસ્તુઓનું પ્રદર્શન તથા વેચાણ : ભેગી થતી રકમનો સ્ટુડન્ટ્સને સ્કોલરશીપ, તથા વૃધ્ધાશ્રમને ડોનેશન સહિતના કર્યો માટે ઉપયોગ

સિંગાપોર : સિંગાપોરમાં સ્થાયી થયેલા ભારતીય પરિવારોની  ઇન્ડિયન વિમેન એશોશિએશન ના ઉપક્રમે વર્ષમાં બે વખત ચીજ વસ્તુઓનું  પ્રદર્શન તથા વેચાણનું આયોજન કરે છે.તથા તેમાંથી ભેગી થતી રકમનો ઉપયોગ  સ્ટુડન્ટ્સને સ્કોલરશીપ, તથા વૃધ્ધાશ્રમને ડોનેશન સહિતના કાર્યો માટે કરે છે.આ મહિલાઓ ભારતીય તહેવારો પણ ઉજવે છે.તથા વિદેશની ધરતી ઉપર પણ ભારતની સંસ્કૃતિ જીવંત રાખવાનું ભગીરથ કાર્ય કરે છે.

ઉલ્લેખનીય છે કે આઇન્ડિયન વિમેન એશોશિએશન માં 325 જેટલી મહિલાઓ મેમ્બર છે.જે પૈકી મોટા ભાગની ગ્રાહિણીઓ છે જેઓ ઘરની જવાબદારી ઉઠાવવાની સાથે કોમ્યુનિટી સેવા પણ કરે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:48 pm IST)