મુખ્ય સમાચાર
News of Friday, 8th November 2019

પાકિસ્‍તાનના એક ફેનની તસવીર આઇસીસીએ શેર કરતા જ ફટાફટ વાયરલ

નવી દિલ્હી :ક્રિકેટ ફેન્સની દિવાનગી ક્યારેય ઓછી થતી નથી. હાલમાં જ આવા ક્રિકેટ પ્રેમીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આ ફેનને ફેમસ કરી દીધો. આ ફેનએ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલ ક્રિકેટ મેચ માટે પોતાની સુહાગરાત છોડી દીધી અને મેચ જોતી પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરને આઈસીસીએ શેર કરી છે અને ઘડીના છઠ્ઠા ભાગમાં જ તસવીર વાયરલ થઈ ગઈ.

પાકિસ્તાનમાં નથી રહેતો આ ફેન

હકીકતમાં આ ફેન પાકિસ્તાનનો જ છે, પણ હાલમાં તે અમેરિકામાં રહે છે. હસન તસ્લીમ તેનું નામ છે. મંગળવારે બન્યું એવું કે, તેના લગ્નના દિવસે જ પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા સાથે રમી રહી હતી. પરંતુ હસનને આ મેચ જોવાની તક ગુમાવવી ન હતી. તેથી તેણે લગ્ન કરવાની સાથે જ મેચ જોવાનું પણ રાખ્યું.

હસને લગ્નની તમામ વિધી પૂરી કરી હતી, પરંતુ જ્યારે તે દુલ્હનને લઈને પોતાના ઘરે આવ્યો, તો તેના પરિવારજનોએ તેમના સ્વાગત માટે એક વિધી રાખી હતી. ત્યારે જ આ મેચ ચાલી રહી હતી. હસનને આ તક છોડવી ન હતી, અને મેચ જોવા બેસી ગયો હતો. હસનને સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરતા લખ્યું કે, મારી સુહાગરાત હતી, પણ હું મેચ મિસ કરવા માંગતો ન હતો.

શું કહ્યું આઈસીસીએ...

હસનની આ તસવીરમાં પોતાની દુલ્હન સાથે દેખાઈ રહ્યો છે. આ તસવીરમાં પાછળ ટીવી સ્ક્રીન પર મેચ ચાલી રહી છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આઈસીસીએ આ તસવીરને શેર કરવામાં જરા પણ વાર ન લગાવી. આઈસીસીએ કોમેન્ટમાં કપલ ગોલ્સને ટેગ કરતા કહ્યું કે, ‘અમને આ મેસેજ અમેરિકાના એક ફેનએ મોકલ્યો છે. આ જ ક્રિકેટ પ્રેમ છે...

આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને સાત વિકેટથી હરાવ્યું હતું અને સીરિઝમાં 1-0ના સ્કોર સાથે બઢત મેળવી હતી. સીરિઝની પહેલી મેચ વરસાદને કારણે બગડી હતી.

(5:26 pm IST)