મુખ્ય સમાચાર
News of Friday, 8th November 2019

ઇરાકમાં સરકાર વિરોધી દેખાવોઃ ઓઇલની નિકાસ ઠપ્પ

કિરકુક (ઇરાક), તા.૮, ઇરાકમાં સરકાર વિરૂદ્ઘના દેખાવોને પગલે ૯૦,૦૦૦ બેરલ ક્રૂડ ઓઇલ નિકાસ થઇ શકયું નથી તેમ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું હતું. ઉત્ત્।ર ઇરાકમાં આવેલા કય્યારાહ ફિલ્ડમાં એક દિવસમાં ૩૦,૦૦૦ બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન થાય છે.

 ઉત્પાદિત થયેલું આ ઓઇલ દક્ષિણમાં આવેલા બસરામાં નિકાસ માટે મોકલવામાં આવે છે પણ દેખાવોને પગલે આ રોડ બ્લોક કરી દેવામાં આવ્યા હોવાથી ઉત્પાદિત થયલું ક્રૂડ ઓઇલ બસરા પહોંચી શકતું ન હોવાથી નિકાસ પર પ્રતિકૂળ અસર પડી છે.

 કય્યારાહ ફિલ્ડનું સંચાલન કરનાર નોર્થ ઓઇલ કંપનીના વરિષ્ઠ સૂત્રોના જણાવ્યા અનુસાર ઓઇલ ભરેલા ટ્રક દેખાવોને કારણે આગળ વધી શકતા ન હોવાથી નિકાસ પર વિપરિત અસર પડી છે. ઉલ્લેખનીય છે કે ઇરાક ઓઇલની નિકાસ કરનાર વિશ્વનો પાંચમો દેશ છે અને બસરા પોર્ટ પરથી દરરોજ ૩૪ લાખ બેરલ ઓઇલની નિકાસ થાય છે.

 ઉલ્લેખનીય છે કે ઇરાક સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત ઓઇલની નિકાસ હોવાથી દેખાવોને કારણે સરકારની આવક પણ દ્યટી રહી છે. ઇરાક પાસે ઓઇલનો મોટો જથ્થો હોવા છતાં દેશના ૨૦ ટકા લોકો ગરીબ છે અને યુવાનોમાં બેકારીનો દર ૨૫ ટકા છે. ઉલ્લેખનીય છે કે ઇરાકમાં એક ઓકટોબરથી સરકાર વિરોધી દેખાવો ચાલી રહ્યાં છે.

(3:57 pm IST)