મુખ્ય સમાચાર
News of Friday, 8th November 2019

મુંબઇનો મુખ્ય રન-વે બંધઃ વિમાની ભાડા આસમાનેઃ પ મહિના અસર રહેશે

મુંબઇ તા. ૭ : મુંબઇનો મૂખ્ય રન-વે બંધ થવાની સીધી અસર હવાઇ ભાડા પર પડી છે. વિવિધ ગંતવ્યોસ્થાનેથી આવતી જતી ફલાઇટની સંખ્યા ઓછી થતા વિમાની બેઠકો ઘટી છે અને આને કારણે વિમાની ભાડા રપ-૬૦ ટકા વઘી ગયા છે.ચોથી નવેમ્બરથી મુખ્ય રન-વેનું રન-વે સવારે ૯-૩૦ થી સાંજે પ-૩૦ વાગ્યા સુધી બંધ રહે છે. આ કામ આવતા વરસના માર્ચ મહિનાની ર૮મી તારીખ સુધી ચાલશે.ઉલ્લેખનીય છે કે દિલ્હી-કોલકત્તા, હૈદરાબાદ, ચેન્નાઇ જવા આવવાની ટિકીટોની કિંમત વધી છે.

(3:51 pm IST)