મુખ્ય સમાચાર
News of Friday, 8th November 2019

તૈયાર મકાનો ન વેચાવા એજ રિયલ એસ્ટેટનુ સંકટ

ગયા વર્ષની સરખામણીમાં મકાન વેચાણમાં ૨૫ ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નાણાભીડ અનુભવી રહેલ નિર્માણાધીન પ્રોજેકટને ગતિ આપવા ૨૫ હજાર કરોડ રૂપિયાનું ફંડ બનાવવાના બિલને મંજુરી ભલે આપી હોય પણ નિષ્ણાતો રિયલ એસ્ટેટના સંકટના કારણો કંઇક અલગ જ દર્શાવી રહ્યા છે.

તેમનું કહેવું છે કે રિયલ એસ્ટેટના સંકટનું અસલીકારણ નિર્માણાધીન મકાનો ન વેચાવાનું છે નિષ્ણાતો અનુસાર, ઘણા વર્ષો સુધી ઇએમઆઇ ચુકવવા છતાં મકાન ન મળવાથી ગ્રાહકોનો નિર્માણાધીન પ્રોજેકટો પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. આવા અધૂરા પ્રોજેકટના મકાન નવેચાવાથી બિલ્ડરોને નાણા નથી મળતા. અધૂરા પ્રોજેકટોમાં જો કેટલાક ફલેટ તૈયાર હોય તો પણ ગ્રાહકો તેમાં પોતાની કમાણી રોકવા તૈયાર નથી થતા. તેઓ વિજળી,પાણી,રોડ જેવી સગવડો હોય તેવા પ્રોજેકટમાંજ ઘર ખરીદવામાં રસ દાખવી રહ્યા છે.

જાણાકીય વર્ષ ૨૦૧૯ના બીજા ત્રિમાસીક ગાળામાં મકાનોના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. એક રીયલ એસ્ટેટ કન્સલટન્ટ ફર્મના માલિક અનુસાર, દેશના નવ શહેરોમાં બીજા ત્રિમાસીક ગાળામાં ૫૨૮૮૫ મકાનોનું વેચાણ થયું હતું જે પહેલા ત્રિમાસીક ગાળામાં ૫૮૦૬૦ હતું આમ તેમાં નવ ટકાનો ઘટાડો નોંધાયો છે ગયા વર્ષની સરખામણી કરવામાં આવે તો આ ઘટાડો ૨૫ ટકાનો છે.

(3:50 pm IST)