મુખ્ય સમાચાર
News of Friday, 8th November 2019

અયોધ્યા પર ચુકાદા પહેલા CJI ગોગોઈએ UPના DGP અને મુખ્ય સચિવ પાસે લીધી અપડેટ

અયોધ્યામાં સઘન સુરક્ષા વ્યવસ્થાઃ સંદિગ્ધો પર નજર : ૧૭ નવેમ્બર પહેલા ગમે ત્યારે આવી શકે છે નિર્ણય

નવી દિલ્હી, તા.૮: અયોધ્યા પર ચુકાદો ગમે ત્યારે આવી શકે છે તેવી ખબરો વચ્ચે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ પણ સુરક્ષામાં કોઈ ચૂક ના રહી જાય તેની ખાસ તકેદારી અને સુરક્ષા અપડેટ લઈ રહ્યા છે. રંજન ગોગોઈએ ઉત્ત્।ર પ્રદેશના ડીજીપી અને મુખ્ય સચિવ પાસેથી હાલની સ્થિતિ અંગે માહિતી અને અપડેટ લીધા છે. ગોગોઈએ ડીજીપી ઓપી સિંહ અને મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમાર તિવારી સાથે મુલાકાત માટે તેમને દિલ્હી બોલાવ્યા હતા.

આ પહેલા ગુરુવારે રાત્રે સીએમ યોગી આદિત્યનાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રદેશના ડિવિઝનલ કમિશનરો, કલેકટરો અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરીને સુરક્ષાની સ્થિતિ અંગેનો રિપોર્ટ લીધો હતો. યોગીએ અયોધ્યા પર સુપ્રીમનો ચુકાદો આવે તેને ધ્યાનમાં રાખીને લખનૌ અને અયોધ્યામાં બે હેલિકોપ્ટર તૈનાત કરવાનો આદેશ આપ્યો છે.અયોધ્યા પર ચુકાદો આવે તે પહેલા ઉત્ત્।રપ્રદેશની પોલીસ પણ સતર્ક બની ગઈ છે. શહેરના મુખ્ય માર્ગો પર પોલીસે બેરિકેટ્સ લગાવ્યા છે અને અજાણ્યા વાહનો તથા સંદિગ્ધો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ પહેલા પોલીસે કાર્યવાહી કરીને ૫૦૦ લોકોની ધરપકડ કરી છે, જયારે ૧૨૦૦૦ લોકો પર નજર રાખવામાં આવી રહી છે.

નોંધનીય છે કે મુખ્ય જજ રંજન ગોગોઈ ૧૭ નવેમ્બરે નિવૃત્ત્। થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટ ૧૬ ઓકટોબરે સુનાવણી પૂર્ણ થયા પછી ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. ગોગોઈની નિવૃત્ત્।ી પહેલા ગમે ત્યારે રામ મંદિર પર ચુકાદો આવી શકે છે. એવામાં યુપી સરકારે અયોધ્યા સહિત રાજયમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે જેથી કોઈ અપ્રિય ઘટના બને તો તેનો નિવેડો લાવી શકાય.

(3:37 pm IST)