મુખ્ય સમાચાર
News of Friday, 8th November 2019

નોટબંધી ફરી ત્રાટકશે

હવે ૨૦૦૦ની નોટ ઉપર 'સર્જિકલ સ્ટ્રાઇક'થશે

૩૧મીએ VRS લેનાર પૂર્વ નાણા સચિવનો ધડાકો : લોકો મોટાપાયે સંગ્રહ કરી રહ્યા છે

નવી દિલ્હી,તા.૮: નોટબંધી ત્રણ વર્ષ પૂરા થવા પર આર્થિક મામલાના પૂર્વ સચિવ સુભાષચંદ્ર ગર્ગે કહ્યું કે ૨૦૦૦ની નોટોનો મોટો ભાગ નાણાકીય વ્યવહારમાં સર્કયુલેશનમાં નથી તેની જમાખોરી થઇ રહી છે. તેને બંધ કરવું પડશે. ગર્ગના જણાવ્યા મુજબ સિસ્ટમમાં ઘણી બીજી અનેક નોટ રહેલી છે. ૨૦૦૦ની નોટ બંધ કરવાથી અન્ય કોઇ પરેશાની રહેશે નહીં.

ગર્ગે કહ્યું કે વિશ્વભરમાં ડિજીટલ પેમેન્ટ ચલણ વધી રહ્યું છે. ભારતમાં પણ એવું થઇ રહ્યું જો કે તેની ઝડપ ધીમી છે. અહિયા ૮૫ટકાની ચુકવણી રોકડમાં થઇ રહી છે.

ગર્ગે સલાહ આપી કે મોટા રોકડની લેણ-દેણ પર ટેક્ષ લગાવા, ડિજીટલ પેમેન્ટને વધુ સરળ બનાવા જેવા પગલાની દેશને કેશલેશ બનાવામાં મદદ મળશે.

કાળાનાણાં પર લગામ લગાવા માટે સરકારે ૮ નવેમ્બર ૨૦૧૬ની નોટબંધીનું એલાન કર્યું હતું તે સમયે ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ બંધ કરી દેવામાં આવી છે. તેમાં બદલે ૫૦૦ની નવી નોટ જાહેર કરી હતી. સરકારે ૧૦૦૦ ની નોટ સંપૂર્ણ રીતે હટાવી લીધી અને પ્રથમ વાર ૨૦૦૦ની નોટ બહાર પાડી હતી. સુત્રોના જણાવ્યા મુજબ ગર્ગે સરકારને દરેક સરકારી બેંકોનું રાષ્ટ્રીયકરણ ખત્મ કરવાની સાથે જ પ્રાઇવેટીકરણને પ્રોત્સાહન આપવા અને આરબીઆઇની જગ્યાએ તેમાં ખર્ચાને પોતાની જાતે જ મેનેજ કરવાની પણ સલાહ આપી છે. સાથે જ બજેટ બાદ ઉધારી લેવાને બંધ કરવાનું કહેવામાં આવ્યું છે.

(10:33 pm IST)