મુખ્ય સમાચાર
News of Friday, 8th November 2019

સાવકા બાપે કાળો કેર વર્તાવ્યો

ભાયખલાથી ભાગી છૂટેલા આરોપીને પોલીસે મલાડમાં ઝડપી લીધો

મુંબઈ,તા.૭: સાવકી દિકરીઓ ઉપર ચાર- પાંચ મહિના સુધી બળાત્કાર ગુજારવાના આરોપસર ભાયખલા પોલીસે નરાધમ બાપની ગઈકાલે ધરપકડ કરી હતી.

ભાયખલા પશ્ચિમમાં આરોપી તેની પત્ની, પુત્ર અને બે સાવકી દિકરીઓ સાથે રહેતો હતો. પત્ની ઘરમાં ન હોય ત્યારે તે ૧૩ અને ૧૫ વર્ષની પુત્રીઓ સાથે દુષ્કર્મ કરતો હતો. ગણેશોત્સવ દરમિયાન પીડિતા કન્યાઓ મુમ્બ્રામાં રહેતી નાનીને ત્યાં રહેવા ગઈ હતી. નાનીને તેમણે આ દુષ્કર્મની વાત કરી હતી. ત્યાર પછી એક સ્વયંસેવી સંસ્થાની મદદથી પોલીસમાં ફરિયાદ કરવામાં આવ્યા બાદ ભાયખલા પોલીસે ભાગી છૂટેલા આરોપીની મલાડથી ધરપકડ કરી હતી.

(11:35 am IST)