મુખ્ય સમાચાર
News of Friday, 8th November 2019

GST જાહેરાત કરાયાના દોઢ મહિના પછીયે ફોર્મ બહાર ન પડાતાં વેપારીઓને હાલાકી

GSTમાં વાર્ષિક રિટર્ન અને ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવા માટેની મુદત તા. ૩૦ નવેમ્બર,૨૦૧૯ છે

નવી દિલ્હી, તા.૮:ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસમાં વેપારીઓએ વાર્ષિક રિટર્ન (GSTR-9 અને GSTR- 9C) ફાઈલ કરવા માટેના સરળ ફોર્મ બહાર પાડવા અંગે જાહેરાત કરાયાના લગભગ દોઢ મહિના કરતાં વધુ દિવસ થવા છતાં હજુ સુધી આ ફોર્મ બહાર નહીં પાડવાને કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. GSTમાં વાર્ષિક રિટર્ન અને ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવા માટેની મુદત તા. ૩૦ નવેમ્બર,૨૦૧૯ છે. જો GST સત્તાવાળાઓ હવે સરળ ફોર્મ જારી કરે તો શું વેપારીઓએ ફકત ૨૨ દિવસમાં વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાના રહેશે કે કેમ, વાર્ષિક રિટર્ન ફાઈલિંગમાંથી મુકિત અપાશે કે કેમ, અથવા રિટર્ન ફાઈલિંગની મુદત વધારાશે કે કેમ, તે અંગે વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. GSTમાં રૂ. ૨ કરોડથી વધુ ટર્ન ઓવર ધરાવતા વેપારીઓને વાર્ષિક રિટર્ન ફાઈલ કરવામાંથી મુકિત અપાઈ છે. GST કાઉન્સિલની તા. ૨૦ સપ્ટેમ્બરે યોજાયેલી મિટિંગમાં રૂ. ૨ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે ઓડિટ રિપોર્ટ અને વાર્ષિક રિટર્ન (GSTR-9 અને GSTR- 9C) ફાઈલ કરવા માટેની મુદત તા.૨૦ નવેમ્બર સુધી લંબાવાઈ હતી. વાર્ષિક રિટર્ન માટેના ફોર્મ જટિલ હોવાથી તે સરળ બનાવવા માટે GST કાઉન્સિલમાં નક્કી કરાયું હતું. જોકે, લગભગ દોઢ મહિના થવા છતાં અગમ્ય કારણોસર સરળ ફોર્મ બહાર નહીં પડાતાં રિટર્ન ફાઈલ કરવા અંગે વેપારીઓ, ટેકસ પ્રેકિટશનર્સ મૂંઝવણમાં મુકાયા છે. સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે પરંતુ ઓફલાઇન યુટિલિટીમાં ERROR આવતી હોવાથી કરદાતાઓને હાલાકીનો સામનો કરવો પડે છે.

(10:33 am IST)