મુખ્ય સમાચાર
News of Friday, 8th November 2019

ચેન્નઇથી કોલંબો જઇ રહેલ યાત્રી વિમાનમાં યોગ કરવા લાગ્‍યોઃ ઉતારી મુકવામા આવ્‍યો

        ચેન્નઇથી કોલંબો જઇ રહેલ વિમાનમાં યોગ અને વ્‍યાયામ કરવાને લઇ એક યાત્રીને ઉતારી મુકયાનો મામલો સામે આવ્‍યો છે.

        પોલીસએ બતાવ્‍યું કે યાત્રી માનસિક રીતે બિમાર છે અને તેનાથી બીજા યાત્રીઓને અસુવિધા થવા લાગી હતી.

        પોલીસએ કહ્યું કે યાત્રી પાસે શ્રીલંકા અને અમેરિકાના પાસપોર્ટ છે અને તે વારાણસી થી ચેન્નઇ આવ્‍યો હતો.  એર લાઇન્‍સએ યાત્રીને ભાડુ પરત આપી દીધેલ હતુ.

(12:00 am IST)