મુખ્ય સમાચાર
News of Friday, 9th November 2018

ચીનમાં વિશ્વના પ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ન્યૂઝ એંકરે વાંચ્યા સમાચાર

પાંચમાં વિશ્વ ઈન્ટરનેટ કોન્ફરેન્સના અવસર પર ચીનના શેજિયાંગ પ્રાંતમાં વાંચી સંભળાવ્યા

પાંચમાં વિશ્વ ઈન્ટરનેટ કોન્ફરેન્સના અવસર પર ચીનના શેજિયાંગ પ્રાંતમાં વિશ્વનાં પ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વાળા ન્યૂઝ એંકરે સમાચાર વાંચી સંભળાવ્યા હતા  આ ન્યૂઝ એંકરનો અવાજ પુરુષ જેવો છે અને તે બિલકુલ વાસ્તવિક ન્યૂઝ એંકર જેવાં જ સમાચાર વાંચે છે. સમાચાર વાંચતા સમયે તેનાં ચેહરાંનાં હાવભાવ પણ સમાચાર પ્રમાણે બદલાતાં રહે છે.


 આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વાળા ન્યૂઝ એંકરને ચીનની એક ન્યૂઝ એજન્સી શિન્હુઆ અને ચીની સર્ચ એન્જિન sogou.com દ્વારા વિકસાવવામાં આવ્યો છે. શિન્હુઆના કહેવા પ્રમાણે તે રિપોર્ટિંગ ટીમનો સભ્ય બની ગયો છે અને દિવસનાં 24 કલાક કામ કરી શકે છે. તે ફક્ત સત્તાવાર વેબસાઇટ પર જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ કાર્ય કરી શકે છે.

(7:14 pm IST)