મુખ્ય સમાચાર
News of Friday, 9th November 2018

દિલ્હીમાં હાય રે પ્રદૂષણ હાય : દિવાળીના બે દિવસ પછી પણ પ્રદૂષણથી રાહત નહીં

નવી દિલ્‍હી : દિવાળીના બે દિવસ પછી પણ દિલ્હીની હવામાં કોઈ પણ પ્રકારનો સુધાર જોવા નથી મળ્યો. સવારે પણ દિલ્હી-એનસીઆર વિસ્તારમાં સ્મૉગ છવાયેલો રહ્યો. રાજપથ જ્યાં સવારથી લોકો માસ્ક લગાવીને વોક પર નીકળી રહ્યા છે. દિલ્હીના આનંદ વિહારમાં એર કવોલિટી ઈન્ડેક્સ 585 નોંધવામાં આવ્યું. યુએસ એમ્બેસી પર તે 467 અને આરકે પુરમમાં તે 343 નોંધવામાં આવ્યું. દિલ્હીના ઘણા વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ખુબ ખતરનાક શ્રેણીમાં નોંધવામાં આવ્યું છે.

બુધવારે દિવાળી ઉજવ્યા પછી દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધ્યું. તહેવારના બે દિવસ પછી પણ દિલ્હીમાં સ્મોક અને પ્રદૂષણનું સ્તર ઓછું થવાનું નામ નથી લઇ રહ્યું. શુક્રવારે સવારે પણ દિલ્હી-એનસીઆર સ્મોકની મોટી ચાદરમાં રહ્યું. આનંદ વિહાર, આરકે પુરમ અને યુએસ એમ્બેસી વિસ્તારોમાં એર કવોલિટી ઈન્ડેક્સ ખુબ ખતરનાક શ્રેણીમાં નોંધવામાં આવ્યું છે.

દિલ્હી-એનસીઆર માં હવાની ગુણવત્તા સૌથી વધારે ગુરુવારે ખરાબ રહી. બુધવારે દિવાળીના ફટાકડા ફોડવાને કારણે ગુરુવારે સવારે એર કવોલિટી ઈન્ડેક્સ સ્તર ખુબ વધારે જોવા મળ્યું હતું. સૌથી વધારે સ્થિતિ વજીરપુરના દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટૂલ એન્જીનીયરીંગમાં રહી, જ્યાં એર કવોલિટી ઈન્ડેક્સ 663 નોંધવામાં આવ્યું. પ્રદુષણને રોકવા માટે આઈટીઓ, રોહિણી, રિંગ રોડ સહીત ઘણા વિસ્તારોમાં પાણી છાંટવામાં આવ્યું.

અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રદુષણ રોકવા માટે આવનારા કેટલાક દિવસો સુધી પાણી છાંટવામાં આવશે. સુપ્રીમ કોર્ટે એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન ઓથોરિટી દ્વારા નિમણૂક ગુરુવારે જણાવ્યું હતું કે પરિસ્થિતિ નજીકથી મોનીટર કરવામાં આવી રહી છે અને તે પ્રદૂષણ વધે ડિસ્પ્લે મૂડી કટોકટી પગલાં મૂકવામાં આવશે. ગ્રીડ રિસ્પોન્સ ઍક્શન પ્લાન (GRAP) માં નક્કી કરેલ માપદંડો મુજબ કટોકટીના પગલાં અમલમાં આવશે. તેમાં ભારે વાહનો પર પ્રતિબંધ અને ઓડ ઇવન ફોર્મ્યુલા શામેલ છે.

(4:18 pm IST)