મુખ્ય સમાચાર
News of Friday, 9th November 2018

આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો

નવી દિલ્‍હી : દિલ્હીમાં આજે પેટ્રોલમાં પંદર પૈસા અને ડીઝલમાં પંદર પૈસાનો ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં પેટ્રોલ 78.06 રૂપિયા અને ડીઝલ 72.74 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પંદર પૈસાના ઘટાડા સાથે પેટ્રોલ 83.57 રૂપિયા પ્રતિ લિટરે મળી રહ્યું છે. મુંબઈમાં 16 પૈસાના ઘટાડા સાથે ડીઝલ 76.22 રૂપિયા પ્રતિ લિટરની કિંમતે મળી રહ્યું છે.

દિલ્હીમાં 23 દિવસમાં પેટ્રોલની કિંમતમાં 4.78 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો નોંદાયો છે. ગત 23 દિવસો દરમિયાન મુંબઈમાં પેટ્રોલ 4.72 રૂપિયા પ્રતિ લિટર સસ્તુ થયું છેગત 16 દિવસોમાં ડીઝલમાં પ્રતિ લિટર બે રૂપિયાથી વધારેનો ઘટાડો નોંધાયો છેખનીજતેલની કિંમતોમાં ઘટાડો અને રૂપિયાની મજબૂતાઈને કારણે ખનીજતેલની કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 73 ડોલર પ્રતિ બેરલની નીચે છે.

(1:25 pm IST)