મુખ્ય સમાચાર
News of Friday, 9th November 2018

તેલંગાણામાં ઈન્કમટેક્સ વિભાગના સાંસદ પી.શ્રીનિવાસ રેડ્ડીની કંપની પર દરોડા : 60.35 કરોડના કાળા નાણાંનો ખુલાસો

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી દરોડાનીકાર્યવાહીમાં તેલંગાણાના સાંસદ પી. શ્રીનિવાસ રેડ્ડીની કંપની પાસે 60.35 કરોડરૂપિયાના કાળા નાણાંનો ખુલાસો થયો છે. સાંસદ પી. શ્રીનિવાસ રેડ્ડીએ કુલ 60.35 કરોડરૂપિયાની અઘોષિત આવકની કબૂલાત પણ કરી લીધી છે.

ઈન્કમટેક્સ વિભાગે સતત ઘણાં ઠેકાણા પર ચાર દિવસ સુધી દરોડાની કાર્યવાહી કરીને કાળાધનનો ખુલાસો કર્યો હતો. બાદમાં તેમની પાસે જવાબ તલબ કરવામાં આવ્યો હતો. સત્તારુઢ તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ સાંસદના ઠેકાણાઓથી મોટી સંખ્યામાં કાળાધનના ખુલાસાની ઘણી મોટી ચર્ચા છે. ટીઆરએસના સાંસદ રિયલ એસ્ટેટ કંપની ચલાવે છે. તેમની કંપનીએ 60 કરોડ રૂપિયાની અઘોષિત આવકની વાત પણ સ્વીકારી છે.

વર્ષે સપ્ટેમ્બરમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા કંપની વિરુદ્ધ દરોડાની ઘણી કાર્યવાહી બાદ આના સંદર્ભે ખુલાસો થયો છે. અધિકારીઓનું કહેવું છે કે તેલંગાણા રાષ્ટ્ર સમિતિના સાંસદ પી. શ્રીનિવાસ રેડ્ડી અને તેમના પરિવારના સદસ્ય તથા ભાગીદાર મેસર્સ રાઘવ કન્સ્ટ્રક્શન્સ નામની કંપનીના પ્રમોટર છે. ઈન્કમટેક્સ વિભાગે કંપની અને તેના અધિકારીઓના હૈદરાબાદ, ખમમ, ગુંટૂર, વિજયવાડા, ઓંગોલ અને કાપડા ખાતેના 16 પરિસરો પર 18 સપ્ટેમ્બરના રોજ દરોડાની કાર્યવાહી કરી હતી. દરોડા ચાર દિવસ સુધી ચાલ્યા હતા.

(1:11 pm IST)