મુખ્ય સમાચાર
News of Friday, 9th November 2018

સબરીમાલામાં રથયાત્રા સામે પદયાત્રાઃ લોકસભા ઉપર છે બીજેપી અને કોંગ્રેસની નજર

સબરીમાલામાં મંદિરમાં દરેક ઉમરની મહિલાઓના પ્રેવસને લઇને સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી કેરળમાં રાજકીય યુદ્ધ શરૂ થઇ ગયું

નવી દિલ્‍હી: સબરીમાલામાં મંદિરમાં દરેક ઉમરની મહિલાઓના પ્રવેશને લઇને સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી કેરળમાં રાજકીય યુદ્ધ શરૂ થઇ ગયું છે. બીજેપી - કોંગ્રેસના સ્થાનિક નેતા મંદિરની પરંપરા અને રીતિ રિવાજોને બચાવવાના નામ ઉપર યાત્રાઓ કાઢી રહ્યા છે. તાજેતરમાં બીજેપી દ્વારા રથયાત્રા અને કોંગ્રેસ દ્વારા પદયાત્રા કાઢી હતી.

કોંગ્રેસ અને બીજેપી બંને પક્ષો ઇચ્છે છે કે મંદિરમાં પરંપરા પ્રમાણે 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ ઉપર બેન લગાવી રહી છે. પરંતુ કેટલાક સમયથી મંદિરમાં પ્રવેશને લઇને સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સતત હિંસક પ્રદર્શન થઇ રહ્યું છે.
તિરુઅંતપુરમમાં કર્ણાટક વિધાનસભાના વિપક્ષી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના રથયાત્રીઓને લીલી ઝંડી બતાવી હતી. મધુર સિદ્ધિ વિનાયક મંદિર જેનું નેતૃત્વ બીજેપી પ્રદેશ અધ્યક્ષ પી.એસ. શ્રીધરણ પિલ્લઇ અને ભારત ધર્મ જન સેના પ્રમુખ તુષાર વેલપલ્લી કર રહે છે. આવનારા દિવસોમાં અનેક નેતાઓ અલગ અલગ જિલ્લામાં રેલીઓનું નેતૃત્વ કરશે. જે 15 નવેમ્બરે પથનમથિટ્ટામાં ખતમ થશે જ્યં સબરી માલા સ્થિત છે.

સબરીમાલા સંરક્ષણ યાત્રાનું ઉદ્ઘાટન કાર્યક્રમમાં કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાની સબરીમાલામાં તણાવ ખતમ કરવા માટે રાજ્ય સરકાર તરફથી ઝડપી હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે કેરલ સરકારને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવો જોઇએ. અન સબરીમાલાની ગતિવિધિઓને ખતમ કરવા માટે ગંભીરતા બતાવવી જોઇએ.

માત્ર 20 કિલોમિટર દૂર પેરલામાં કોંગ્રેસે પોતાની પદયાત્રા શરૂ કરી છે. જેની શરૂઆત કેરળ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કે. સુધાકરણે કરી છે. કોંગ્રેસ પાંચ અલગ અલગ શહેરોમાં માર્ચ કાઢશે. કેરણ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ મુલાપલ્લી રામચંદ્રનને કહ્યું કે, યાત્રા દરમિયાન કોંગ્રેસના લોકોને જણાવશે કે સબરીમાલા મુદ્દો સત્તારુઢ માકપા અને બીજેપીએ રાજકીય રંગ આપ્યો છે.

 

 

 

(1:07 pm IST)