મુખ્ય સમાચાર
News of Friday, 9th November 2018

ધાર્મિક વિધિવિધાન સાથે વિશેષ પૂજા બાદ કેદારનાથ ધામના કપાટ બંધ

પુજારીએ સવારે ત્રણ વાગ્યે કરી પૂજા :ભક્તોએ દર્શન કર્યા બાદ સવારે 8-14 કલાકે શિયાળાને કારણે કપાટ બંધ કરાયા

કેદારનાથ ધામના કપાટ આજથી બંધ કરવામાં આવ્યાં છે. વિધિ વિધાન સાથે મંદિરના કપાટ શિયાળાને લઇને  સવારે 8-15 કલાકે બંધ કરાયા હતા  કપાટ બંધ થયા અગાઉ પુજારીજીએ મંદિરના ગર્ભગૃહમાં સવારે ત્રણ વાગે વિશેષ પુજા અર્ચના કરી હતી. ત્યારબાદ ભક્તોએ કેદારનાથ મંદિરમાં દર્શન કર્યાં. ભગવાનની સમાધિ પૂજા બાદ ગર્ભગૃહના કપાટ બંધ કરી દેવામાં આવ્યાં છે. મંદિરના મુખ્ય કપાટ સવારે 8 વાગે અને 14 મિનીટે બંધ કરી દેવામાં આવ્યા.

કપાટ બંધ થયા બાદ ભગવાનની પંચમુખી ઉત્સવ ડોલી સેનાના જેકલાઇ રેજિમેન્ટની બેન્ડની ધુન સાથે પોતાના શિયાળાને લઇને ગાદીસ્થળ ઓંકારેશ્વર મંદિરે જવા રવાના થઇ હતી.

કેદારનાથી ઉત્સવ ડોલી રામપુરમાં રાત્રિ રોકાણ કરશે. આ વર્ષે કેદારનાથ યાત્રાએ નવો ઇતિહાસ રચ્યો છે. પહેલી વાર કેદારનાથ ધામમાં 7 લાખ 32 હજાર 241 ભાવિકો આવી પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અન્નકૂટના પાવન પર ગુરૂવારના રોજ 12.30 વાગ્યા બાદ ગંગોત્રી મંદિરના કપાટ પણ શિયાળાને લઇને બંધ કરી દેવામાં આવ્યાં છે. મા ગંગાની ભોગમૂર્તિ સેનાના પાઇ બેન્ડ તેમજ પારંપારિક ઢોલ-દમાઉ વગાડતાં ડોલીયાત્રા મુખબા માટે રવાના થઇ હતી.

(1:38 pm IST)