મુખ્ય સમાચાર
News of Friday, 9th November 2018

સુપ્રીમકોર્ટના આદેશનું ઉલ્લંઘન :દિલ્હીમાં 1500 કિલોથી વધુ ફટાકડાઓ જપ્ત : 87 લોકોની ધરપકડ

નવી દિલ્હી :દિલ્હી-એનસીઆરમાં સુપ્રિમ કોર્ટનાં આદેશનું ઉલ્લંઘન કરતા કડક કાર્યવાહી કરાઈ હતી અનેક જગ્યાઓથી મળેલી ફરિયાદ પર દિલ્હી પોલીસે કાર્યવાહી કરતા ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં 140 કિ.ગ્રા. ફટાકડાઓ જપ્ત કર્યા અને 57 કેસ દાખલ કર્યા છે. આ સિવાય, 200 કિ.ગ્રા ફટાકડા દ્વારકામાં જપ્ત કર્યા અને 42 મામલા દાખલ કર્યાં. ત્યાં જ દક્ષિણ પૂર્વ દિલ્હીમાં 228 કિલો ફટાકડા જપ્ત કરવાની સાથે સાથે 23 પર એફઆઇઆર થઇ અને 17 લોકોની ધરપકડ કરી. ઉત્તરી દિલ્હીમાં 72 કિ.ગ્રા. ફટાકડા જપ્ત કર્યાની સાથે 14 લોકોની ધરપકડ કરી લીધી છે.

 ઉત્તરી જિલ્લાનાં ડેપ્યુટી કમિશ્નરે જાણકારી આપી કે આ દિવાળી પર એક્સપ્લોસિવ એક્ટ અંતર્ત 72 એફઆઇઆર દાખલ કરી અને 87 લોકોની ધરપકડ કરી છે. પોલીસે 1705 કિલો નોન-ગ્રીન ફટાકડા અને નોન સર્ટિફાઇડ ફટાકડા જપ્ત કરી લેવાયાં.

(12:00 am IST)