મુખ્ય સમાચાર
News of Friday, 9th November 2018

કેલિફોર્નિયાના બારમાં અચાનક અંધાધૂંધ ગોળીબાર : હુમલાખોર સહિત કુલ 13 લોકોના મોત : અફરાતફરી

વોશિંગટનઃ કેલિફોર્નિયા રાજ્યના થાઉઝન્ડ ઓક્સ પ્રાંતમાં આવેલા એક બારમાં એક વ્યક્તિએ અચાનક અંધાધૂંધ ગોળીબાર કરતાં એક પોલીસ કર્મચારી સહિત કુલ 13નાં મોત થયાં હતાં. બારમાં કોલેજની મ્યુઝિક પાર્ટી ચાલતી હતી અને 200 વ્યક્તિ હાજર હતા. જેમાંથી કેટલાક લોકો ઘાયલ થયા છે. 

   શેરીફ જીઓફ ડીને જણાવ્યું કે, લગભગ 13 લોકોનાં મોત થયા છે જેમાં એક પોલીસ અધિકારીનો પણ સમાવેશ થાય છે એક વ્યક્તિ અચાનક 'બોર્ડરલાઈન બાર એન્ડ ગ્રીલ બાર'માં ધસી આવ્યો હતો અને તેણે બુધવારે રાત્રે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ગોળીબાર કરનારો આ શંકાસ્પદ વ્યક્તિ પણ ઘટનાસ્થળે મૃત હાલતમાં મળી આવ્યો હતે. 

  કેલિફોર્નિયાના થાઉઝન્ડ ઓક્સ પ્રાન્તમાં આવેલા આ બારમાં થયેલા ગોળીબારની ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા. બુધવારે થાઉઝન્ડ ઓક્સમાં આવેલા 'બોર્ડરલાઈન બાર એન્ડ ગ્રીલ બાર'માં થયેલી ગોળીબારની ઘટના બાદ પોલીસ લગભગ રાત્રે 11.30 કલાકે પહોંચી ગઈ હતી.

(12:00 am IST)