મુખ્ય સમાચાર
News of Friday, 9th November 2018

ભારત આવતા વિદેશી પ્રવાસીઓને ઇ-વીઝાને બદલે પેપર વીઝા આપોઃ ઇ-વીઝાની મુદત ૬૦ દિવસની હોય છે જયારે પેપર વીઝા ૬ માસ માટેના હોવાથી વિદેશી હૂંડિયામણ વધુ મળી શકેઃ ટુરીઝમ મિનિસ્ટર શ્રી કે.જે. આલ્ફોન્સની હોમ ડીપાર્ટમેન્ટ સમક્ષ રજૂઆત

ભારત આવતા વિદેશના પ્રવાસીઓને લાંબા ગાળાના વીઝા આપવા જોઇએ. જે રીતે અમેરિકા વિદેશી પ્રવાસીઓને આવા લાંબા ગાળાના વીઝા આપે છે.

ઉપરાંત આ વીઝા મલ્ટી પરપઝ હોવા જોઇએ. જે સરળ હોય, તથા લાંબા ગાળા માટે રોકાણ આપી શકનારા હોય.

આ માટે ઇ-વીઝા કે જે ૬૦ દિવસ માટેના હોય છે તેના બદલે પેપર વીઝા આપી શકાય જે ૬ માસની મુદત માટે હોય છે. તેનાથી વિદેશી હૂંડિયામણ વધુ મળશે. તથા પ્રવાસીઓની સંખ્યા વધશે. આથી ઈ-વીઝા તથા પેપર વીઝા વચ્ચેનો રોકાણ માટેનો ગાળો દૂર કરવો જોઇએ. આ અંગે હોમ ડીપાર્ટમેન્ટ સમક્ષ રજૂઆત કરાશે તેવું ટુરીઝમ મિનિસ્ટર શ્રી કે.જે. આલ્ફોન્સએ સમાચાર સૂત્રોને જણાવ્યું છે.(૧.૫)

(1:02 pm IST)