મુખ્ય સમાચાર
News of Saturday, 9th October 2021

પુત્રની સજા પિતાનેઃ બાયજુએ શાહરૂખ સાથે નાતો તોડ્યોઃ જાહેરાતો બંધ કરી

મુંબઇ, તા.૯: ડ્રગ કેસમાં દિકરા આર્યન ખાનની ધરપકડ બાદ બોલીવૂડ એકટર શાહરુખ ખાન સામે નવી મુશ્કેલી આવીને ઉભી છે. રિપોર્ટ અનુસાર, SRK સાથે એક બ્રાંડે સંબંધ પૂરો કરી નાખ્યો છે. એડ્સના એડવાન્સ પેમેન્ટ આવવાના પણ બંધ થઇ ગયા છે.

એક રિપોર્ટ અનુસાર આ કેસ બાદ ટ્વિટર અને અન્ય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર શાહરુખ ખાન અને તેનો પરિવાર ખુબ ટ્રોલ થઇ રહ્યો છે, જે બાદથી એડ કંપનીઓએ શાહરુખ પાસેથી એડનો કોન્ટ્રાકટ તોડી દીધો છે. બાયજુના પ્રવકતાએ આ મામલે કોઇ પણ ટિપ્પણી કરવાથી ઇન્કાર કરી દીધો છે.

એક દાવા પ્રમાણે શાહરુખની બાયજુ સાથે આ ડીલ ૩-૪ કરોડ રૂપિયાની હતી. ૨૦૧૭થી શાહરુખ આ કંપનીના બ્રાંડ એમ્બેસેડર છે. તેણે બાયજુ સાથે પ્રમોશન હાલમાં રોકી દીધા છે. શિક્ષાના ક્ષેત્રમાં કામ કરતી કંપની આ વિવાદને જોઇને તેને પ્રમોશનમાં જોવા માંગતી નથી.

ક્રિએટીવ એડ એજન્સી FCBના ચેરમેન રોહીતે કહ્યું કે હાલના વિવાદને જોતા બાયજુ પોતાની બ્રાંડને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. સોશ્યલ મીડિયા યુગમાં જોખમ ખુબ વધી ગયું છે. ઉદાહરણ તરીકે નાઇક અને ટાઇગર વુડ્સ.

(3:58 pm IST)