મુખ્ય સમાચાર
News of Wednesday, 9th October 2019

સિંદુરથી રમી ભકિતમય માહોલમાં માતા દુર્ગાને વિદાય આપવામાં આવી

પટણાઃ બિહારના દરભંગા, ગયા સહિત અન્ય જીલ્લાઓમાં દુર્ગાવાડી મંદિરના પ્રાંગણે દશેરાના દિવસે બંગાળી સમાજની મહિલાઓએ સિદુંર રમી માતા દુર્ગાને વિદાય આપી હતી. દરભંગા સ્થિત બાંગ્લા સ્કૂલમાં વિચિત્રા કલબ દ્વારા ૫૬ વર્ષોથી બંગાળી સમુદાય દ્વારા અનોખી રીતે દશેરાના દિવસે મા દુર્ગાનું વિસર્જન કરવામાં આવે છે. જેમાં મહિલાઓ શંખ વગાડી અને એક- બીજા ઉપર સિંદુરની હોળી રમતા નાચતા- ગાતા માતાને વિદાય આપે છે. દરભંગાના બંગાળી સમુદાયમાં માતા દુર્ગાને દીકરીના રૂપમાં માનવામાં આવે છે. દીકરીના પિયર આવ્યા બાદ તેની વિદાય વખતે માતાના સેથામાં અને ચરણોમાં સિંદુર ચડાવી અને તેના સુહાગના લાંબી ઉંમરની પ્રાર્થના કરવાની સાથે માતાની જોલી ભરવામાં આવી હતી. રાજસ્થાનના જયપુર ખાતે પણ બંગાળી સમાજની મહિલાઓએ સિદુંરથી રમવાની  પરંપરા નિભાવી માતા દુર્ગા  પાસે મંગલ કામના કરેલ.

(3:36 pm IST)