મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

હિંદી પત્રકારીતાના વરિષ્ઠ પત્રકાર રવિશ કુમાર મનીલામાં રેમન મૈગ્સેસે એવોર્ડથી સન્માનિત

ભારતનું મીડિયા સંકટમાં છે. અને આ સંકટ ઢાંચાગત છે. અચાનક નથી થયું: રવીશકુમાર

નવી દિલ્હી :ફિલીપાઇન્સની રાજધાની મનિલામાં એશિયાના નોબલ પ્રાઇઝ તરીકે જેની ગણના થાય છે તે પ્રતિષ્ઠિત રેમન મૈગ્સેસે એવોર્ડ એનાયત કરાયા. આ વર્ષે હિંદી પત્રકારીતાના જાણીતા વરિષ્ઠ પત્રકાર રવિશ કુમારને રેમન મૈગ્સેસે એવોર્ડનું સન્માન મળ્યું. દેશના સામાન્ય લોકોનો અવાજ બનવા બદલ રવિશ કુમારની રેમન મૈગ્સેસે એવોર્ડ માટે પસંદગી થઈ હતી.

હિંદી પત્રકારિતા માટે સોમવાર, 9 સપ્ટેમ્બર 2019નો દિવસ ગૌરવનો દિવસ બન્યો. જાણીતા વરિષ્ઠ પત્રકાર અને એનડીટીવી હિંદીના મેનેજિંગ એડિટર રવિશ કુમારને ફિલીપીન્સની રાજધાની મનીલામાં રોમન મૈગ્સેસ સન્માન મળ્યું. તેમને આ સન્માન આપનારાઓએ માન્યું કે રવિશ કુમાર એ લોકોનો અવાજ બન્યા છે જેનો અવાજ કોઈ બીજું સાંભળતું નથી.

રવિશ કુમારે કહ્યું કે દુનિયા અસમાનતાને હેલ્થ અને ઈકોનોમીના આધાર પર માપે છે. પરંતુ સમય આવી ગયો છે કે આપણે જ્ઞાન અસમાનતાને પણ માપીએ.. સારું શિક્ષણ ખાસ શહેરો સુધી જ સિમીત રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે શું આપણે સમાચાર રિપોર્ટિંગની પવિત્રતાને પુનઃસ્થાપિત કરી શકીશું. મને ભરોસો છે કે દર્શક રિપોર્ટિંગમાં સચ્ચાઈ, અલગ અલગ પ્લેટફોર્મો અને અવાજોની ભિન્નતાને મહત્વ આપશે. લોકતંત્ર ત્યારે ફળફૂલ થઈ શકશે જ્યારે ખબરોમાં સચ્ચાઈ હોય.. ઘણા બધા યુવા પત્રકાર તેને ગંભીરતાથી જોઈ રહ્યા છે. તે પત્રકારિતાના એ મતલબને બદલી નાંખશે જે આજે થઈ ગયો છે. ભારતનું મીડિયા સંકટમાં છે. અને આ સંકટ ઢાંચાગત છે. અચાનક નથી થયું.

(10:06 pm IST)