મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

પોલીસને મોટી સફળતા :જમ્મુ કાશ્મીરના સોપોરમાંથી આતંકી સંગઠનોના આઠ ગ્રાઉન્ડ વર્કરની કરાઇ ધરપકડ

કાશ્મીરના લોકોને ધમકાવવાનું તથા દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા.

શ્રીનગર : જમ્મુ-કાશ્મીર પોલીસને  મોટી સફળતા મળી છે પોલીસે સોપોરમાં અલગ-અલગ સંગઠનો માટે કામ કરતા 8 ગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરી હતી.

 ધરપકડ કરાયેલા આતંકી સંગઠનો માટે સ્થાનિક લેવલ પર કામ કરતા હતા તેમના માટે સુચનાઓ મોકલતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરવામાં આવેલ સભ્યો કાશ્મીરના લોકોને ધમકાવવાનું તથા દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા.

  પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, ધરપકડ કરવામાં આવેલ આતંકીઓએ જ અલગ-અલગ વિસ્તારોમાં ધમકી ભરેલ પોસ્ટર્સ લગાડ્યા હતા. નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ સેનાએ કાશ્મીરમાં 2 પાકિસ્તાની આતંકીઓની ધરપકડ કરી હતી. એક અઠવાડિયાની અંદર જ પોલીસે 8 આતંકવાદીઓની ધરપકડ કરેલ. હતી

  અત્રે ઉલ્લેખનીય છે કે આતંકવાદી સંગઠન ઘાટીમાં પોસ્ટર લગાવીને લોકોને ધમકાવતા રહે છે. જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 ના થોડા દિવસ બાદ આતંકવાદીઓએ પોસ્ટર લગાવીને દુકાનો બંધ રાખવા કહ્યુ હતું.

(8:49 pm IST)