મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

લેન્ડર વિક્રમ અંગે ટૂંકમાં બધા પ્રશ્નોના જવાબ ઉપલબ્ધ થશે

આગામી ૧૨ દિવસ ખુબ જ મહત્વપૂર્ણ રહેશે : હાર્ડ લેન્ડિંગના કારણે તકલીફ સર્જાઈ હોવાની ચર્ચાઓ

નવીદિલ્હી, તા. ૯ : ચંદ્રયાન-૨ના ઓર્બીટર દ્વારા પાડવામાં આવેલા થર્મલ ઇમેજથી લેન્ડર વિક્રમના લોકેશન અંગે માહિતી મળી ગઈ છે પરંતુ હવે ઇસરોની પાસે વિકલ્પો આગળના શું છે તેને લઇને હજુ પણ ચર્ચા ચાલી રહી છે. લેન્ડર સાથે ફરીવાર સંપર્ક થઇ શકશે કેમ. વિક્રમ કઇ હાલતમાં છે તેના ઉપર લગાવેલા ઉપકરણો સારી સ્થિતિમાં છે કે કેમ આ તમામ પ્રશ્નોના જવાબ આગામી ૧૨ દિવસમાં મળી શકે છે. હાર્ડ લેન્ડિંગને લઇને પણ લોકોમાં ચર્ચા છે.

     હાર્ડલેન્ડિંગ શું છે તેને લઇને વૈજ્ઞાનિકો કહે છે કે, હાર્ડ લેન્ડિંગ ટર્મનો ઉપયોગ એ વખતે કરવામાં આવે છે જ્યારે કોઇ સ્પેશ ક્રાફ્ટ અથવા તો અંતરિક્ષ સંબંધિત કોઇ ખાસ વાહન તેજ વર્ટિકલ સ્પીડ સાથે સપાટી ઉપર પહોંચે છે. સોફ્ટ લેન્ડિંગ અથવા તો નોર્મલ લેન્ડિંગમાં સ્પેસક્રાફ્ટ ધીમી અને નિયંત્રિત ગતિ સાથે ઉતરે છે જેથી નુકસાન થતું નથી. ઇસરોના વડા સિવને કહ્યું છે કે, લેન્ડર વિક્રમે હાર્ડ લેન્ડિંગ કરી હશે. ઓર્બીટર પર મુકવામાં આવેલા કેમેરાથી લોકેશન અંગે માહિતી મળી છે. હાર્ડ લેન્ડિંગ દરમિયાન લેન્ડરને નુકસાન પહોંચ્યું છે તો સિવને કહ્યું હતું કે, હજુ સુધી માહિતી મળી નથી. ડેટામાં અભ્યાસની પ્રક્રિયા ચાલી રહી છે.

(7:58 pm IST)