મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

ટ્રાફિક નિયમોના ભંગ બદલ ભારે ભરખમ દંડથી ફાયદો

જંગી દંડથી પારદર્શિતા આવશે : નીતિન ગડકરી : ભ્રષ્ટાચાર પર કાબૂ મેળવવામાં સફળતા મળશે : નીતિન ગડકરી

નવીદિલ્હી,તા.૯ : દેશમાં સુધારવામાં આવેલા મોટર વ્હીકલ કાનૂનની કેટલીક જોગવાઈ લાગૂ કરવામાં આવ્યા બાદથી ટ્રાફિક નિયમોના ભંગ ઉપર લાગૂ કરવામાં આવનાર દંડની રકમમાં ભારે વધારો કરાયા બાદ ટિકા ટિપ્પણી વચ્ચે આજે કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી હતી કે, આનાથી પારદર્શિતા આવશે. દંડની ભારે રકમથી પારદર્શિતાની સાથે સાથે શિસ્ત આવશે. પરિવહન નિયમોના ઉલ્લંઘન માટે દંડની રકમ જંગી રાખવા પાછળ કેટલાક કારણો રહેલા છે. આનાથી ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે. તેજ ગતિથી ગાડી ચલાવવા બદલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ, કેન્દ્રીયમંત્રી વીકે સિંહઅને તેમના પોતાના પણ ચાલાન કપાઈ ચુક્યા છે.

મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે, બાંદ્રા-વર્લી સી લિંક રોડ ઉપર ઝડપથી ગાડી અને વાહન ચલાવવા માટે તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો. ફડનવીસ, જનરલ વીકે સિંહને ઝડપથી વાહન ચલાવવા માટે દંડ કરવામાં આવી ચુક્યો છે. તેઓએ દાવો કર્યો હતો કે, ટ્રાફિક નિયમોના ભંગ માટે જંગી દંડના લીધે પારદર્શિતામાં વધારો થશે. સુધારવામાં આવેલા મોટર વ્હીકલ કાનૂનને લાગૂ કરવાની બાબત અમારી સરકારની મોટી સિદ્ધિ છે. ગડકરીએ એમ પણ કહ્યું હતું કે, રેલવે મંત્રીએ તેમને હાલમાં બેના બદલે ૪૦૦ રેલવે સ્ટેશન પર જુદી રીતે ચા ઉપલબ્ધ કરાવવાની વાત કરી છે. લોકોમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ જંગી દંડની લાગૂ કરવામાં આવ્યા બાદ નારાજગી જોવા મળી રહી છે. ચાલાનથી બચવા માટે જુદા જુદા દસ્તાવેજોને સાથે રાખી શકાય છે. પહેલી સપ્ટેમ્બરથી મોટર વ્હીકલ એક્ટ લાગૂ કરવામાં આવ્યા બાદથી દિલ્હીમાં ટ્રાફિક ચાલાનની સંખ્યામાં ઘટાડો થયો છે. નિયમોને કઠોરરીતે પાળવામાં આવી રહ્યા છે.

(7:47 pm IST)