મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

યુપીમાં લુગી પહેરીને કોમર્શીયલ વાહન ચલાવશો તો ર૦૦૦ રૂપિયાનો દંડ થશે

લખનૌ : સમગ્ર ભારતમાં ટ્રક ડ્રાઇવરોનો પસંદગીનો પોષાક લુંગી છે. લુંગી લગાવીને ટ્રક ચલાવવામાં તેઓ આરામ અનુભવે છે પરંતુ હવે આ લુંગી તેમને લાંબા કરી દેવું લાગે છે, યુપીમાં લુગી પહેરીને ટ્રક ચલાવનારનું ચલણ કાપવામાં આવી રહયું છે. તેઓને ર૦૦૦નો દંડ થઇ રહયો છે. રાજયમાં કોઇ વાહન ચાલક લુંગી પહેરીને વાહન ચલાવતો પકડાય તો તેને ર૦૦૦સુધીનો દંડ ભરવો પડી રહયો છે. મોટર વાહન એકટની નવી જોગવાઇઓ હેઠળ ડ્રાઇવરનો ડ્રેસ કોડ નકકી થયો છે. અત્યાર સુધી તે કડકાઇથી લાગુ થયો નથી. પરંતુ હવે આકરો દંડ થઇ રહયો છે. વાહન ચાલક ચંપલ, સેન્ડલ પહેરીને પણ ગાડી ચલાવી નહી શકે ચાલકે ફુલ લેન્થનું પેન્ટ કે ટીશર્ટ પહેરી ગાડી ચલાવવી પડશે. નવા નિયમમાં બુટ પહેરવા ફરજીયાત છે.

(4:20 pm IST)