મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

યુનોમાં મોદી-ઇમરાન હશે આમને સામને

૨૭મીએ પહેલા યુનોની મહાસભાને સંબોધશે મોદીઃ પછી ઇમરાનનો બચે

નવી દિલ્હી,તા.૯:સંયુકત રાષ્ટ્ર મહાસભામાં ભારત-પાકિસ્તાન એક જ દિવસે આમને સામને આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૭ સપ્ટેમ્બરે સંયુકત રાષ્ટ્ર મહાસભા (UNGA)ને સંબોધિત કરશે અને તેના થોડા કલાકો બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ UNGA  સંબોધિત કરશે.

અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૧૪મૉ પણ યુએનજીએમાં ભાષણ આપી ચૂકયા છે. બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી સંયુકત રાષ્ટ્રમાં ભાષણ આપશે. સુષમા સ્વરાજ વિદેશ મંત્રી હતાં ત્યારે સપ્ટેમ્બર ૨૦૧૬માં સંયુકત રાષ્ટ્ર મહાસભાના ૭૧માં સત્રમાં પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે કડક ચેતવણી આપી હતી. સુષમા સ્વરાજનું ભાષણ ખુબ ચર્ચિત રહ્યું હતું.

વકતાઓની પ્રાથમિક સૂચિ મુજબ ૧૧૨ રાજય પ્રમુખ, લગભગ ૪૮ દેશોના પ્રમુખ અને ૩૦દ્મક વધુ વિદેશ મંત્રી જનરલ ડિબેટને સંબોધન કરવા માટે ન્યૂયોર્ક પહોંચશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪ સપ્ટેમ્બરના રોજ સવારે ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધન કરશે.

બ્રાઝીલ બાદ અમેરિકા સ્પીકર તરીકે બીજો દેશ બનશે. અત્રે જણાવવાનું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૧૭જ્રાક્નત્ન જનરલ એસેમ્બલી હોલના પ્રતિષ્ઠિત ગ્રીન પોડિયમથી વિશ્વ નેતાઓ સમક્ષ પોતાનુ પહેલું ભાષણ આપ્યું હતું.

સંયુકત રાષ્ટ્ર મહાસભામાં ફરીવાર ભારત અને પાકિસ્તાન આમને-સામને આવશે. આગામી ૨૭જ્રાક સપ્ટેમ્બરે યુએનમાં પીએમ મોદી અને પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન સંબોધન કરવાના છે. પીએમ મોદીના સંબોધનના ગણતરીના કલાક બાદ ઈમરાન ખાન સંબોધન કરશે. પીએમ મોદી આ પહેલા ૨૦૧૪માં યુએનજીએમાં સંબોધન કરી ચુકયા છે.

તેઓ બીજીવાર યુએનમાં ભાષણ આપશે. વિદેશ પ્રધાન પદે રહેતા સુષમા સ્વરાજે ૨૦૧૬માં સંયુકત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કર્યુ હતુ. આ સંબોધન દરમ્યાન તેમણે પાકિસ્તાનને જમ્મુ કાશ્મીર મુદ્દે આકરા શબ્દોમાં ચેતાવણી આપી હતી. સંયુકત રાષ્ટ્ર મહાસભામાંમાં ૪૮ દેશના પ્રમુખ અને ૩૦માં વધારે વિદેશ પ્રધાન હજારી આપવાના છે. જયારે ૨૪મી સપ્ટેમબરે ડોનાલ્ડ ટ્રમ્પ પણ સંબોધન કરવાના છે.

(3:58 pm IST)