મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

MCLRમાં ફરી ઘટાડો થતા હોમ લોન સસ્તી થઇ

એસબીઆઈએ લોન લેનાર લોકોને રાહત આપી : એમસીએલઆરમાં ઘટાડો કરવાની સાથે સાથે એફડીના વ્યાજદરમાં પણ ૨૦-૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કર્યો

નવી દિલ્હી, તા. ૯ : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની લોન ચુકવી રહેલા અને લોન લેનાર લોકો માટે ખુબ સારા સમાચાર છે. બેંક દ્વારા તમામ અવધિની લોન ઉપર માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ એટલે કે એમસીએલઆરમાં ઘટાડો કર્યો છે. એમસીએલઆરમાં ૧૦ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. આનાથી વ્યાજદરોમાં પણ ૧૦ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો થઇ જશે. નવા દરો ૧૦મી સપ્ટેમ્બરથી લાગૂ કરવામાં આવશે. અલબત્ત બેંકે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરમાં પણ ૨૦-૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી દીધો છે. એક બેઝિક પોઇન્ટ ૦.૦૧ ટકાના બરોબર હોય છે જેથી રેટમાં કાપ મુકાયા બાદ એક વર્ષના ગાળામાં એમસીએલઆર ૮.૨૫ ટકાથી ઘટીને ૮.૧૫ ટકા થયો છે. એસબીઆઈ વર્તમાન નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં પાંચમી વખત એમસીએલઆરમાં ઘટાડો કરી દીધો છે. દેશની સૌથી મોટી બેંકે સાવચેતીના તમામ પગલા લઇને વ્યાજદરમાં ફેરફાર યથાવત રાખ્યા છે. એફડી પર વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવીચુક્યો છે. આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરવામાં આવી ચુકી છે. પોલિસી રિવ્યુ બાદ બેંકે ૧૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો જાહેર કરી દીધો છે. સારી બાબત એ છે કે, એસબીઆઈ જ નહીં બલ્કે બીજી અનેક બેંકો પણ એમસીએલઆરમાં ઘટાડો કરી રહી છે.

            સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, એક્સિસ બેંક, ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સ, આઈડીબીઆઈ બેંક અને આઈડીએફસી બેંક દ્વારા પણ દરોમાં ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. આ વર્ષે રેપોરેટ ૧૧૦ ટકા ઘટી ચુક્યો છે. આરબીઆઈ દ્વારા આ વર્ષની શરૂઆતથી લઇને હજુ સુધી રેપોરેટમાં ૧૧૦ બેઝિક પોઇન્ટ અથવા તો ૧.૧૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. અલબત્ત આનો પુરો લાભ ગ્રાહકોને મળી રહ્યો નથી. કેન્દ્રીય બેંકોએ રેટમાં કાપનો લાભ ગ્રાહકોને આપવા માટે બેંકોને સ્પષ્ટ સૂચના આપી છે. પહેલી ઓક્ટોબરના દિવસે જારી કરવામાં આવનાર તમામ લોનને ત્રણ બહારના બેંચમાર્ક સાથે જોડવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. સામાન્યરીતે જોવામાં આવે છે કે, લોન પર રેટ પર ફાયદો થાય છે ત્યારે બેંક જમા પર મળનાર વ્યાજમાં ઘટાડો થાય છે. બલ્ક ડિપોઝિટરો માટે રેટમાં ૧૦થી ૨૦ બીપીએસ સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. નવા દરો ૧૦મી સપ્ટેમ્બરથી અમલી કરવામાં આવનાર છે. ત્રીજી વખત આવું બન્યું છે ત્યારે એફડી પર વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બીજી બાજુ એમસીએલઆરના દરોને લઇને પણ ચર્ચા રહી છે.

નવા એમસીએલઆર..

નવીદિલ્હી, તા. ૯ : એસબીઆઈએ એમસીએલઆરમાં ઘટાડો કરીને હોમ લોન સસ્તી કરી છે. નવા એમસીએલઆર નીચે મુજબ છે.

અવધિ..................... નવા એમસીએલઆર (ટકામાં)

રાતભર માટે.......................... ૭.૮

એક માસ.............................. ૭.૮

ત્રણ મહિના........................... ૭.૮૫

છ મહિના................................ ૮

એક વર્ષ............................... ૮.૧૫

બે વર્ષ................................. ૮.૨૫

ત્રણ વર્ષ............................... ૮.૩૫

નવા એફડી રેટ.........

નવીદિલ્હી, તા. ૯ : એસબીઆઈએ બે મહિનામાં ત્રીજી વખત એફડી ઉપર વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. નવા રેટ નીચે મુજબ છે.

એફડી અવધિ............................. નવા રેટ (ટકામાં)

૭-૩૫ દિવસ................................. ૪.૫૦

૪૫-૧૭૯ દિવસ............................ ૫.૫૦

૧૮૦-૨૧૦ દિવસ.......................... ૫.૮૦

૨૧૧ દિવસથી એક વર્ષ.................. ૫.૮૦

એક વર્ષથી લઇ બે વર્ષથી ઓછું........ ૬.૫૦

બે વર્ષથી લઇ ત્રણ વર્ષથી ઓછું......... ૬.૨૫

(7:50 pm IST)