મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

લેન્ડીંગ સમયે બે એન્જીન બંધ થયા નહિ અને.....

જો માત્ર મધ્યમાં રહેલું એન્જીન ચાલુ રહ્યું હોત તો ભારતે ઇતિહાસ રચી દીધો હોતઃ વિક્રમ લેન્ડરની અવનવી વાતો: વિક્રમ લેન્ડર ચંદ્રની ભુમિ ઉપર ઉભું રહયું... ફરી ધ્રજયું અને ઉંધું પડી ગયું

નવી દિલ્હીઃ રાજસ્થાન પત્રિકાના રાજીવ મિશ્રાના પ્રસિધ્ધ થયેલા હેવાલ મુજબ ચંદ્રયાન-૨નું લેન્ડર વિક્રમ ચંદ્રમાની ધરતી સાથે અથડાયું ત્યારે થોડુ લડખડાયેલ ફરી પડયું, ફરી ઉભુ થયું, અને એક નજીવી ટેકનીકલ ભુલને કારણે ૪ પગ ચંદ્રની ધરતી ઉપર ખોડી શકયું નહિ. ''વિક્રમ'' બરાબર એ જ સ્થળે ઉતરેલ જયાં તેનું ઉતરવાનુું નિર્ધારીત કરવામાં આવેલ હતુ. જો નસીબે થોડો સાથ આપ્યો હોત તો છેવટ સુધી ચંદ્રમાની સપાટી ઉપર લડતુ રહેલ વિક્રમ લેન્ડર સફળતાને પામી શકત

એક અહેવાલ મુજબ વિક્રમના ચંદ્ર ઉપર લેન્ડીંગ સમયે ૩ એન્જીન ચાલુ હતા. એક મધ્યમાં એન્જીન હતુ અને ૨ એન્જીન ખુણામાં હતા. બન્યું એવુ હશે કે ખુણાના બે એન્જીન બંધ થયા નહિ. જો માત્ર મધ્ય ભાગનું એન્જીન ચાલુ હોત તો લેન્ડર સફળતા પૂર્વક સોફટ લેન્ડીંગ કરી શકત નહિ, તો પણ, આશા રહેત. ખુણામાં રહેલ ૨ એન્જીન થી જે ધકકો-જોર લાગ્યું તેનાથી ચંદ્રની ભૂમી ઉપર ઉભા રહયા પછી ''વિક્રમ'' ફરી ધ્રુજતુ અને ઉંધુ  પડી ગયું. વિક્રમ લેન્ડરની ડિઝાઇન એટલી મજબુત બનાવાયેલ કે આટલી મોટી અથડામણ પછી પણ બહુ નુકશાન થયું ન હતુ.

મુળ સ્થિતિ જોઇએ તો વિક્રમ લેન્ડરના ૪ ખુણે ૪ અને મધ્યમાં ૧ એન્જીન હતુ. જેના આધારે  લેન્ડર યાન વિક્રમ ચંદ્રની ભ્રમણકક્ષાથી માંડીને ચંદ્રમાની સપાટી સુધીનું અંતર કાપવાનું હતુ.  ૩૦ કિ.મી.ની ઉંચાઇએથી વિક્રમે પોતાની સફર શરૂ કરી ત્યારે ચારેય એન્જીન ચાલુ રાખવાના હતા. અને એ મુજબ ચાલુ  રહેલ. ચંદ્રની સપાટીથી ૭.૪ મીટરથી માંડીને ૫.૫ કિલોમીટરની ઉંચાઇએ લેન્ડર પહુંચે ત્યારપછી ૨ એન્જીન બંધ થવાના હતા, અને તેમજ થયું ૪૦૦ મીટર, ૧૦૦ મીટર અને ફરી ૧૦ મીટર સુધી ૨ જ એન્જીનના સહારે પહોંચવાનું હતુ. ૧૦ મીટરનું અંતર રહે ત્યારે ખુણામાં બે એન્જીન બંધ થવા જોઇતા હતા અને માત્ર મધ્યમાં રહેલ એન્જીનના સહારે ચંદ્રની ધરતી ઉપર વિક્રમનું સોફટ લેન્ડીંગ કરવાનું હતુ. (૪૦.૯)

 

(1:07 pm IST)