મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

બપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નવરાત્રી સુધી મેઘ સવારી ચાલુ રહે તો નવાઈ નહીં, આજે પણ સૌરાષ્ટ્રના ૨૦ ટકા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકશે, દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ સંભાવના, આવતા બે સપ્તાહમાં ચોમાસુ વિદાય લે તેવી શક્યતા, ત્યાર પછી local વાદળની અસરથી વરસતો રહેશે : કચ્છમાં ફરી દે ધનાધન અબડાસા પંથકમાં ૬ ઇંચ, પાંચ વર્ષે જયોતેશ્વર ડેમ ઓવરફ્લો, ચાર ગામમાં વીજળી પડી, એક તરુણ ડૂબી ગયો, નખત્રાણા માતાના મઢ ખાતે ત્રણ ઇંચ વરસાદ, માંડવી મુંદ્રા નખત્રાણા અબડાસા લખપત અને ભુજના ગ્રામ્ય વિસ્તારમાં દોઢ થી બે ઇંચ : મધ્યપ્રદેશમાં ભારે વરસાદ, શાળા-કોલેજો બંધ, ભોપાલમાં ઘરોમાં પાણી ઘૂસ્યા : ગુજરાતમાં મેઘ સવારી યથાવત, મોસમનો કુલ વરસાદ ૧૧૦ ટકા થયો : મહાબળેશ્વરમાં સિઝનનો સૌથી વધુ ૩૦૫ ઇંચ વરસાદ : રાજકોટમાં ગઇકાલે બે થી અઢી ઇંચ પાણી પડયું : ભાવનગર સાડા ચાર ઈચ મહુવા સાડા ત્રણ, મેંદરડા એક ઇંચથી વધુ વરસાદ : અમરેલીના રાજુલા પાસેના ધાતરવડી ડેમમાં એકસાથે ૭૦ ટકા પાણી આવી ગયું : કાલાવડના જસાપર માં એક યુવકનું મોત :ભાણવડમાં પાંચ દિવસમાં મોસમનો ૫૦ ટકા વરસાદ પડી જતા લીલાલહેર : ઉના પાસેનો મચ્છુન્દ્રી ડેમ સતત ચોથા દિવસે ઓવરફ્લો : જામકંડોરણામાં બે કલાકમાં ધોધમાર ત્રણ ઇંચ : જેલમાં ચિદમ્બરમ કેદી નંબર ૧૪૪૯, ગરમી અને બદબૂથી પરેશાન : યુદ્ધની પરિસ્થિતિ સર્જાય ત્યારે કચ્છને નિશાન ઉપર લેવા પાકિસ્તાનની યોજના, સરક્રિક ઉપર કબજાની ખોફનાક તૈયારી : મસૂદ અઝહર જેલમુક્ત, જેસે મહમદ હુમલો કરવાની તૈયારીમાં

(12:45 pm IST)