મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

Google, Facebook પર ઓનલાઇન જાહેરાતથી સરકારની ટેક્સની આવકમાં 59 ટકાનો ઉછાળો

ડિજિટલ એડવર્ટાઇઝિંગ પ્લેટફોર્મ્સ દ્વારા કરવેરા વિભાગે 939 કરોડ એકઠા કર્યા

નવી દિલ્હી : ગૂગલ અને ફેસબુક જેવા વિદેશી ઓનલાઇન પ્લેટફોર્મ પર ભારતીય કંપનીઓ દ્વારા આપવામાં આવતી જાહેરાતો પર ભારત સરકાર ટેક્સ મેળવે છે. હવે તેમાં 59 ટકાનો વધારો નોંધાયો છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, આ ડિજિટલ એડવર્ટાઇઝિંગ પ્લેટફોર્મ્સ દ્વારા કરવેરા વિભાગે ગયા નાણાકીય વર્ષમાં 939 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. જ્યારે તેને ગયા વર્ષે 590 કરોડ રૂપિયા મળ્યા હતા.

આ સ્પષ્ટપણે બતાવે છે કે પાછલા નાણાકીય વર્ષમાં ભારતીય કંપનીઓએ ફેસબુક અને ગુગલ જેવા ડિજિટલ પ્લેટફોર્મ પર જાહેરાત પ્રકાશિત કરવા માટે ઓછામાં ઓછા 15,650 કરોડ રૂપિયા આપ્યા હતા. જ્યારે એના પાછળના વર્ષે ભારતીય કંપનીઓએ જાહેરાત પ્રકાશિત કરવા માટે લગભગ 9,800 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.

સલાહકારી કંપની ટ્રાન્ઝેક્શન સ્ક્વેરના સ્થાપક ગિરીશ વણવારીએ જણાવ્યું હતું કે, 'આ ક્ષેત્રમાંથી કરની આવક તેમજ ડિજિટલ અર્થવ્યવસ્થામાં વધુ વૃદ્ધિની વિશાળ સંભાવના છે.'

  અત્રે ઉલ્લેખનીય છે કે  જૂન 2016 માં લાગુ કરાયેલ ઇક્વેલાઇઝેશન લેવી અંતર્ગત, દેશના વિદેશી ઉદ્યોગપતિઓ / કંપનીઓ દ્વારા વિદેશી ઓનલાઇન સેવા પ્રદાતાઓને, જેમ કે ટ્વિટર, ફેસબુક, ગુગલ અને યાહૂ વગેરે કંપનીઓ દ્વારા ઓનલાઇન જાહેરાત માટે ચૂકવવામાં આવતી રકમ પર 6% ઇક્વેલાઈઝેશન લેવી. લેવામાં આવે છે આ રકમ ફક્ત ત્યારે જ આપવામાં આવે છે જ્યારે ખર્ચવામાં આવતી રકમ આખા વર્ષમાં 1 લાખથી વધુ હોય છે. આવી સ્થિતિમાં, જો કંપનીએ વિદેશી પ્લેટફોર્મ પર જાહેરાત કરવા માટે એક લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે, તો જાહેરાતકર્તાએ સ્રોત પરનો ટેક્સ ઘટાડવો પડશે અને ભારત સરકારને સબમિટ કરવો પડશે.

(12:42 pm IST)