મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

૬૦ વર્ષ પછી ખેડૂતોને મળશે ૩૦૦૦ રૂપિયાનું પેન્શન

વડાપ્રધાન ૧૨ સપ્ટેમ્બરે ઝારખંડથી કિસાન માનધન યોજના લોન્ચ કરશે

નવી દિલ્હી,તા.૯: ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કિસાન માનધન યોજના લોન્ચ કરવાના છે. ઝારખંડથી આ યોજનાની શરૂઆત કરવામાં આવશે. આ એક રીતે ખેડૂતો માટેની પેન્શનરૂપે છે જેના હેઠળ ૬૦ વર્ષ પછી ખેડૂતોને ૩૦૦૦ રૂપિયા પેન્શનરૂપે આપવામાં આવશે.

આ યોજનાના લોન્ચ પહેલા જ મોટી સંખ્યામાં ખેડૂતોને સામેલ કરવાના ધ્યેય છે. ઝારખંડમાં તેના માટે લગભગ ૧૦ હજાર કોમન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ યોજનાને ૫ કરોડ ખેડૂતો સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે. ત્રણ વર્ષમાં ૫ કરોડ લધુ અને સીમાંત ખેડૂતોને જોડવામાં આવશે.

(11:43 am IST)