મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

મુકેશ અંબાણી અને અમિતાભ બચ્ચન પરિવારે શ્રદ્ઘાપૂર્વક કર્યા લાલબાગ ચા રાજાના દર્શન

હજારો ભક્તોની સાથે અભિષેક અને અમિતાભ બચ્ચને શ્રદ્ઘાપૂર્વક બાપ્પાના દર્શન કર્યા

મુંબઈ : બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન અંબાણી પરિવારની સાથે મુંબઇમાં લાલબાગ ચા રાજામાં ભગવાન ગણેશના દર્શન કરવા પહોંચ્યા હતા. જોકે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની સાથે જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન નહતા જોવા મળ્યા અત્રે . ઉલ્લેખનીય છે કે લાલબાગ ચા રાજા મુંબઇના સૌથી પ્રખ્યાત ગણપતિ પંડાલ છે.

અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી તેમના દિકરા આકાશ અને અનંત અંબાણી તેમજ આકાશની પત્ની શ્લોકા મહેતા લાલબાગ ચા રાજાના આશીર્વાદ લેવા માટે પહોંતચ્યા હતા. અનંતની કથિત ગર્લફ્રેન્ડ રાધિક મર્ચન્ટ પણ લાલબાગ ચા રાજાના દર્શન કરવા માટે અંબાણી પરિવારની સાથે આવી હતી.

હજારો ભક્તોની સાથે અભિષેક અને અમિતાભ બચ્ચને શ્રદ્ઘાપૂર્વક બાપ્પાના દર્શન કર્યા. અંબાણી પરિવાર અને અભિષેક-અમિતાભ બચ્ચને લાલબાગ ચા રાજાની આરતીનો લાભ લીધો હતો.

(11:39 am IST)