મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

પાયલટ્સની બે દિ 'હડતાળના કારણે બ્રિટીશ એરવેઝની 1500 ફ્લાઇટ કેન્સલ ;ત્રણ લાખ લોકો પર પડશે અસર

ન્યૂયોર્ક, દિલ્હી, હોંગકોંગ અને જોહાનેસબર્ગની તમામ ફ્લાઇટને અસર

નવી દિલ્હી :પાયલટ્સની હડતાળથી લગભગ બે લાખ 80 હજાર લોકો પ્રભાવિત થશે અને 704 કરોડ એટલે કે આશરે 80 મિલિયન પાઉન્ડનું નુકસાન થશે. એરલાઇનના 100 વર્ષના ઇતિહાસની આ સૌથી મોટી હડતાળ માનવામાં આવી રહી છે. આ હડતાળથી 704 કરોડનું નુકસાન થશે.

વિમાન કંપની બ્રિટીશ એરવેઝના પાયલટ્સ સોમવારે અને મંગળવારે હડતાળ પર છે. એરલાઇનના 100 વર્ષના ઇતિહાસમાં આ સૌથી મોટી હડતાળ માનવામાં આવી રહી છે. હડતાળના કારણે કંપનીએ 1500થી વધારે ઉડાનો રદ કરી દીધી છે. પાયલટ વેતન વિવાદને લઇને હડતાળ પર છે.

 ધ ટેલીગ્રામની માહિતી મુજબ પાયલટ્સની હડતાળથી લગભગ બે લાખ 80 હજાર લોકો પ્રભાવિત થશે અને 704 કરોડ રૂપિયા એટલે કે આશરે 80 મિલિયન પાઉન્ડનું નુકસાન થશે.

 હડતાળના કારણે ન્યૂયોર્ક, દિલ્હી, હોંગકોંગ અને જોહાનેસબર્ગની તમામ ફ્લાઇટને અસર થઇ છે. આ સંદર્ભમાં કંપનીએ યાત્રીઓને કહ્યું છે કે જો તમારી ફ્લાઇટ રદ થઇ ગઇ હોય તો એરપોર્ટ પર જશો નહીં.

હડતાળ અને ફ્લાઇટ કેન્સલ થયા બાદ રશિયાના વિદેશ મંત્રાલયે નાગરિકોને સચેત કર્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે  બ્રિટીશ એરલાઇન પાયલટ એસોસિએશને 23 ઓગસ્ટે જ હડતાળની જાહેરાત કરી દીધી હતી. વેતન અને ભથ્થામાં ઘટાડાના વિવાદો બાદ પાયલટ્સએ હડતાળનો નિર્ણય લીધો. ત્યારે એએલપીએ એ કહ્યું હતું કે 9 અને 10 સપ્ટેમ્બરે પાયલટ્સ હડતાળ પર રહેશે.

(11:38 am IST)