મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

''વિક્રમ'' ફરી પરાક્રમ બતાડશે! લેન્ડરમાં એવી ટેકનોલોજી છે જે પડયા બાદ ફરી બેઠું થાય

કોમ્યુનીકેશન સિસ્ટમ સ્થાપિત કરવા ઇસરોના પ્રયાસો

નવી દિલ્હી તા. ૯: ચંદ્રની સપાટી ઉપર વિક્રમ લેન્ડર પડયું તેનાથી હજુ ઇસરો નિરાશ નથી થયું. એ બાબત અલગ છે કે વિક્રમ લેન્ડર પોતાના નિશ્ચિત સ્થાનથી લગભગ પ૦૦ મીટર દુર ચંદ્રની જમીન ઉપર પડયું છે પણ જો તેની સાથે સંપર્ક સ્થાપિત થઇ જાય તો તે ફરી પોતાના પગ ઉપર ઉભો થઇ શકે છે. ઇસરોના ટોચના વર્તુળોએ કહ્યું છે કે, ચંદ્રયાન-ર ના વિક્રમ લેન્ડરમાં એ ટેકનોલોજી છે કે તે પડયા બાદ પણ ખુદ ઉભું થઇ શકે છે પણ જરૂરી એ છે કે તેની સાથે કોમ્યુનીકેશન સિસ્ટમથી સંપર્ક થઇ જાય અને તેને કમાન્ડ મળવા શરૂ થાય.

વિક્રમ લેન્ડરમાં એવી બોર્ડ કોમ્યુટર છે તે ખુદ કામ કરે છે વિક્રમ લેન્ડર તુટવાથી તે એ એન્ટેના દબાઇ ગયું છે જે થકી કોમ્યુનીકેશન સિસ્ટમને કમાન્ડ મોકલી શકાય. હવે ઇસરોના વૈજ્ઞાનિકો પ્રયાસ કરે છે કે કોઇ પણ પ્રકારે એ એન્ટેના થકી વિક્રમ લેન્ડરને ફરી પોતાના પગ પર ઉભો થાય તેનો કમાન્ડ આપી શકાય.

ઇસરોના સુત્રો કહે છે વિક્રમના થ્રસ્ટર્સ એન થવા પર તે ફરીને ઉભું થઇ શકે છે. હવે ઇસરો પાસે ૧ર દિવસ છે.

(11:27 am IST)