મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

મધ્યપ્રદેશમાં ભારે વરસાદઃ શાળા-કોલેજો બંધ

ભોપાલમાં ઘરોમાં પાણી ઘુસ્યાઃ જનજીવન અસ્તવ્યસ્ત

નવી દિલ્હી, તા.૯: હવામાન વિભાગના આધારે ભોપાલમાં શનિવારે સવારથી બપોર સુધી લગભગ ૪૪ મિલીમીટર વરસાદ રેકોર્ડ કરવામાં આવ્યો છે. સતત ચાલી રહેલા વરસાદથી ભોપાલના ભદભદા અને કલિયાસોત ડેમના ગેટ ખોલવા પડ્યા હતા.

મધ્યપ્રદેશમાં રવિવારે વરસાદ આફત રૂપ બન્યો હતો. ભોપાલમાં શનિવારથી રવિવાર સાંજ સુધી સતત વરસાદ ચાલુ રહ્યો હતો. જેના કારણે ભોપાલના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું.ઙ્ગહવામાન વિભાગના અનુસાર ભોપાલમાં શનિવારે સવારથી બપોર સુધીમાં લગભગ ૪૪ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. સતત વરસી રહેલા વરસાદને લઈને ભોપાલના ભદભદા અને કલિયાસોત ડેમના ગેટ ખોલી દેવામાં આવ્યા હતા. સીઝનમાં આ બંને ડેમના ગેટ ૧૦થી વધારે વખત ખોલવામાં આવ્યા છે.

 કલિયાસોત ડેમના ગેટ ખોલ્યા બાદ દામખેડા ગામની કેટલીક ઝૂંપડપટ્ટીમાં કલિયાસોત નદીનું પાણી દ્યૂસી ગયું અને પછી કયાંથી લોકોને ઙ્ગનગર નિગમની ટીમની મદદથી બહાર કાઢવામાં આવ્યા. પાણી ઉતરે ત્યાં સુધી લોકોને જે તે વિસ્તારના સામુદાયિક કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે ભોપાલના સેકેંડ નંબર સ્ટોપ, પંચશીલ નગર, શાંતિ નગર અને નયા સવેરા નગરમાં પાણી ઘૂસી ગયું અને દરેક તળાવો પણ છલકાઈ ગયા.

હવામાન વિભાગે એમપીના અનેક વિસ્તારોમાં આવનારા ૨૪ કલાક માટે ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના આધારે વિદિશા, રાયસેન, સીહોર, ભોપાલ, હોશંગાબાદ, રાજગઢ, હરદા, બૈતુલ, બુરહાનપુર, ખંડવા, ખરગોન, બડવાની, દેવાસ ,શાઝાપુર, અશોકનગર, રીવા, સતના, અનૂપપુર, ડિંડોરી, જબલપુર, નરસિંહપુર, છિંદવાડા, મંડલા, સિવની, બાલાઘાટ, પન્ના, દમોહ, સાગર, છત્તરપુર, ટીકમગઢ અને ગુનામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.

(10:13 am IST)