મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

મોદી સરકારનાં 100 દિવસ પૂર્ણ થવા પર રાહુલ ગાંધીએ કર્યો કટાક્ષ: આપ્યા અનોખા અભિનંદન

ટ્વીટ કરીને 100 દિવસ નો વિકાસ ગણાવી સરકારને નિશાને લીધી

નવી દિલ્હી : વિપક્ષી પાર્ટી કોંગ્રેસે મોદી સરકારના બીજા કાર્યકાળનાં 100 દિવસ પૂરા થવા પર સીધો જ સરકાર પર હુમલો કર્યો છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને લખ્યું છે કે, '100 દિવસ નો વિકાસ' નહી થવા પર મોદી સરકારની બીજી ટર્મને અભિનંદન પાઠવ્યા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટિ્‌વટ કર્યું હતું કે, 'અભિનંદન મોદી સરકારનાં 100 દિવસ કોઇપણ વિકાસ કાર્ય ન કરવા માટે (100daysNoVikas), લોકશાહીનો સતત નાશ કરવા બદલ, આલોચનાત્મક મીડિયાનું ગળુ દબાવવા માટે. સ્પષ્ટ નેતૃત્વનો અભાવ, આપણી અટકેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાની દિશા અને યોજનાઓનાં અભાવ માટે.

(12:00 am IST)