મુખ્ય સમાચાર
News of Tuesday, 9th August 2022

HDFC એ ત્રણ મહિનામાં ૬ઠ્ઠી વખત હોમ લોન મોંઘી કરી

રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (આરપીએલઆર)માં ૦.૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો

મુંબઇ, તા.૯: રિઝર્વ બેંકના રેપો રેટમાં વધારા બાદ હવે બેંકોએ પણ પોતાની લોનના વ્યાજદરમાં વધારો કરવાનું શરૃ કરી દીધું છે. ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્સ કોર્પોરેશન (ણ્ઝ્રજ્ઘ્)એ હોમ લોન મોંઘી કરી દીધી છે

શેરબજારને આપેલી માહિતીમાં બેંકે કહ્યું કે હાઉસિંગ લોનના રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (આરપીએલઆર)માં ૦.૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નવા વ્યાજ દર ૯ ઓગસ્ટથી લાગુ થશે. બેંકે કહ્યું કે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારો કર્યા બાદ આ વધારો થયો છે. આ પહેલા ૧ ઓગસ્ટે બેંકે હોમ લોનના વ્યાજદરમાં પણ વધારો કર્યો હતો. એચડીએફસીએ મે મહિનાથી અત્યાર સુધીમાં તેની હોમ લોનના વ્યાજ દરમાં ૬ વખત વધારો કર્યો છે.

ણ્ઝ્રજ્ઘ્ એ અગાઉ પણ ૧લી ઓગસ્ટે ય્ભ્ન્ય્માં ૦.૨૫ ટકાનો વધારો કર્યો હતો. મે મહિનાથી અત્યાર સુધીમાં ૬ ગણા વધારામાં લોનના વ્યાજદર ૧.૪૦ ટકા મોંઘા થયા છે. આનો અર્થ એ થયો કે બેંક પાસેથી હોમ લોન ધરાવતા ગ્રાહકો હવે સમાન ટકાવારીથી વધુ વ્યાજ ચૂકવી રહ્યા છે. ય્ગ્ત્એ પણ મે મહિનાથી તેના રેપો રેટમાં ૧.૪૦ ટકાનો વધારો કર્યો છે.

ણ્ઝ્રજ્ઘ્ એ એક દિવસ અગાઉ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (પ્ઘ્ન્ય્)માં પણ વધારો કર્યો હતો. બેંકે ૮ ઓગસ્ટના રોજ માહિતી આપી હતી કે તમામ મુદત માટે પ્ઘ્ન્ય્ દરોમાં ૫ થી ૧૦ બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવી રહ્યો છે અને નવા દર ૮ ઓગસ્ટથી લાગુ થશે. અગાઉ, ૫ ઓગસ્ટના રોજ, કેન્દ્રીય બેંક ય્ગ્ત્એ તેના વ્યાજ દરમાં ૦.૫૦ ટકાનો વધારો કર્યો હતો. આરબીઆઈનું આ પગલું વધતી મોંઘવારી રોકવા માટે હતું, પરંતુ અત્યારે મોંઘવારી કાબૂમાં આવે તેવું લાગતું નથી. હાલમાં રેપો રેટ વધીને ૫.૪% થઈ ગયો છે, જે ઓગસ્ટ ૨૦૧૯ પછી સૌથી વધુ છે.

ણ્ઝ્રજ્ઘ્ની વેબસાઈટ અનુસાર, હોમ લોનનો પ્રારંભિક વ્યાજ દર પહેલા ૭.૭૦ ટકા હતો, જે હવે વધીને ૭.૯૫ ટકા થશે. જો મે મહિનાથી તેની વાત કરીએ તો તેના દરમાં ૧.૪૦ ટકાનો વધારો થયો છે. જો આપણે લોન પર ચ્પ્ત્ વધારાની ગણતરી કરીએ, તો ૬.૫૫ ટકા વ્યાજ પર ૨૦ વર્ષ માટે અગાઉ ૩૦ લાખની લોન લેવા પર, ચ્પ્ત્ દર મહિને રૃ. ૨૨,૪૫૬ પર આવી. પરંતુ, મે મહિનાથી વ્યાજદરમાં ૧.૪૦ ટકાના વધારાને કારણે હવે અસરકારક વ્યાજ દર વધીને ૭.૯૫ ટકા થઈ ગયો છે. એટલે કે હવે દર મહિનાની ચ્પ્ત્ વધીને ૨૫,૦૦૦ રૃપિયા થઈ ગઈ છે. એટલે કે તમારા પર દર મહિને લગભગ અઢી હજાર રૃપિયાનો ખર્ચ વધી ગયો છે.

(10:27 am IST)