મુખ્ય સમાચાર
News of Sunday, 9th August 2020

મુંબઈમાં કોરોનાના નવા 1066 કેસ : વધુ 48 દર્દીઓના મોત

મુંબઈમાં કુલ કેસનો આંકડો 123382 થયો : મૃત્યુઆંક 6799 થયો

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં રવિવારે કોરોનાના કુલ 1066 કેસ સામે આવ્યા અને 48 દર્દીઓના મૃત્યુ થયા છે. હવે મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા 123382 થઈ ગઈ છે. તો શહેરમાં કોરોનાથી મૃત્યુઆંક 6799 થઈ ગયો છે

 . મુંબઈની પાસે સ્થિત પુણેમાં રવિવારે 1433 કેસ સામે આવ્યા અને કુલ 58 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ પ્રમાણે અત્યાર સુધી કુલ 27,25090 સેમ્પલની તપાસ થઈ ચુકી છે.

(11:23 pm IST)