મુખ્ય સમાચાર
News of Sunday, 9th August 2020

મહારાષ્ટ્રમાં કોરોનાનો આતંક યથાવત : નવા અધધધ 12248 કેસ : વધુ 390 દર્દીઓના મોત

કુલ કેસની સંખ્યા 5,15,332 થઇ : મૃત્યુઆંક 17753 થયો : 145558 એક્ટિવ કેસ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના રેકોર્ડ 12248 નવા કેસ સામે આવ્યા છે. આ પ્રકારે રાજ્યમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 515332 થઈ ગઈ છે. તો કોરોનાને કારણે રાજ્યમાં કુલ 17757 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર એક્ટિવ કેસની સંખ્યા માત્ર 145558 છે. રવિવારે કોરોનાના કુલ 13348 દર્દીઓ સાજા થયા, જેને હવે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

સ્વાસ્થ્ય વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 390 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધી એક દિવસમાં સૌથી વધુ કેસ શનિવારે આવ્યા હતા, જ્યારે એક દિવસમાં કુલ 12822 નવા દર્દીઓ સામે આવ્યા હતા. રવિવારે કોરોના દર્દીઓની કુલ સંખ્યા 12248 અત્યાર સુધીની બીજી સૌોથી મોટી સંખ્યા છે, જે મહારાષ્ટ્ર માટે ચિંતાજનક છે.

(11:21 pm IST)