મુખ્ય સમાચાર
News of Sunday, 9th August 2020

કોરોનાનો પંજો ચારેકોર ફેલાયો: બેંગલુરુમાં ૫૦,૦૦૦ દુકાનો બંધ

10000 ઓફિસ કાયમી ધોરણે બંધ: 400 હોટલોની પણ તાળાં લાગ્યા

બેંગલોર :કાળમુખા કોરોના મહામારીના ભયાનક પરિણામો શરૂ થયા છે. એકલા બેંગલુરુમાં 50,000 દુકાનોએ શટર પાડી દીધા છે, કારણકે કોઈ જ ધંધો મળતો નથી. 10,000 ઓફિસો કાયમી ધોરણે બંધ થઈ ગઈ છે. ટાઈમ્સમાં પ્રકાશિત થયેલ એક  અહેવાલ મુજબ 400 હોટેલોએ તાળા મારી દીધા છે અને ૩૦૦ હોટલો વેચવા કાઢી છે. 300 પ્લે હાઉસ સ્કૂલો કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. સ્થિતિ વિક્રાળ બની છે. લોકો માટે જીવનધોરણ જાળવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે.

(1:45 pm IST)